25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે PM Modi
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં તેઓ ₹5477 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
Advertisement
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં તેઓ ₹5477 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ અવસર પર રેલવે આવાસ સહિતના અનેક કામોની ભેટ પણ ગુજરાતને મળશે. 26 ઓગસ્ટે વડાપ્રધાન બેચરાજીમાં મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનોના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે, જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ સિવાય વડાપ્રધાન અમદાવાદમાં એરપોર્ટથી નરોડા GIDC સુધી 3 કિમી લાંબો રોડ શો પણ કરશે, જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી રહેવાની શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યને અનેક નવી યોજનાઓ અને વિકાસ કાર્યોની ભેટ મળવાની છે.
Advertisement


