Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશની જનતા ભાજપ તરફ વિશ્વાસ અને ઘણી આશા સાથે જોઈ રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ આજે ભારત
દેશની જનતા ભાજપ તરફ વિશ્વાસ અને ઘણી આશા સાથે જોઈ રહી છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Advertisement
જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ આજે ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. તેવી જ રીતે ભારતમાં પણ જનતાને ભાજપ પ્રત્યે વિશેષ લગાવ છે. દેશની જનતા ભાજપ તરફ ભારે વિશ્વાસ અને ઘણી આશા સાથે જોઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સફર જનસંઘથી શરૂ થઈ અને બીજેપી તરીકે વિકસી, પાર્ટીનું આ સ્વરૂપ તેનો વિસ્તરણ જોઈએ તો ગર્વ થાય છે. પરંતુ જે લોકોએ પાર્ટીના નિર્માણમાં પોતાને ખર્ચી નાખ્યા છે તે તમામ વ્યક્તિઓને આજે હું નમન કરું છું. આજે આ વર્ષ આદરણીય સુંદર સિંહ ભંડારી જીની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે. આવા પ્રેરણાદાયી માણસને આપણે સૌ હૃદયથી સલામ કરીએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે દેશના લોકોની આશા અને આકાંક્ષા આપણી જવાબદારીને ઘણી વધારે છે. આઝાદીના આ અમૃતમાં દેશ આગામી 25 વર્ષ માટે પોતાના લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. ભાજપ પાસે આગામી 25 વર્ષ માટેના લક્ષ્યાંકો નક્કી કરવાનો પણ સમય છે. આપણે દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરવાની છે. દેશ સામેના પડકારોને દેશની જનતાએ સાથે મળીને હરાવવાના છે. અમારો મંત્ર છે 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ'.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મિત્રો, દેશની જનતાએ 2014માં નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. ભાજપે દેશને આ વિચારમાંથી બહાર કાઢ્યો છે. આશાનો યુગ, નિરાશાનો નહીં. ભારતનો દરેક નાગરિક પરિણામ ઈચ્છે છે. સરકારોને કામ કરતી જોવા માંગે છે. તેની આંખો સમક્ષ પરિણામ જોવા માંગે છે. હું આને રાજકીય લાભ અને નુકસાનને બાજુ પર રાખીને એક વિશાળ સકારાત્મક પરિવર્તન માનું છું. જો 130 કરોડ લોકોની આકાંક્ષાઓ આ રીતે વધે છે તો સરકારોની જવાબદારી પણ વધે છે.
અમુક સમયે દેશનો સરકારમાંથી, સરકારની વ્યવસ્થા પર, સરકારની ડિલિવરી મિકેનિઝમ પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો. 2014 પછી જનતા જનાર્દનના આશીર્વાદથી, ભાજપ સરકારે તે વિશ્વાસ પાછો લાવ્યો. આજે સૌથી ગરીબ લોકો પણ તેમની આસપાસના લોકોને યોજનાઓનો લાભ લેતા જોઈ રહ્યા છે. તે આત્મવિશ્વાસથી કહે છે કે એક દિવસ મને પણ આ યોજનાનો લાભ મળશે. હું સંતૃપ્તિ વિશે વાત કરું છું. સંતૃપ્તિ એ માત્ર પૂર્ણતાનું માપ નથી. દેશને ભાઈ- ભત્રીજાવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચારની ચુંગાલમાંથી બહાર કાઢવાનું એક માધ્યમ છે.
NDA સરકાર 8 વર્ષ પૂર્ણ કરી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ કહ્યું કે આ મહિને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર 8 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ 8 વર્ષ દેશના નાના ખેડૂતો, શ્રમિકો, મધ્યમ વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરી રહ્યા છે. આ 8 વર્ષ દેશની માતા-બહેનો-દીકરીઓનું ગૌરવ વધારવાના પ્રયાસોના નામે છે. આ આઠ વર્ષ સંકલ્પો અને સિદ્ધિઓના છે. આ 8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે. આપણે આરામ કરવાની જરૂર નથી. આજે પણ આપણે અધીરા, અશાંત, આતુર છીએ કારણ કે અમારું મૂળ લક્ષ્ય ભારતને તે ઉંચાઈ પર લઈ જવાનું છે જેનું સ્વપ્ન દેશની આઝાદી માટે શહીદ થયેલા લોકોએ જોયું હતું.
2 વર્ષમાં  9 રાજ્યોમાં થશે ચૂંટણી 
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવતા વર્ષે છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં આવતા વર્ષે ચૂંટણી યોજાશે. બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનું હોમ સ્ટેટ છે જ્યારે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ છે. આથી આ બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં વાપસી કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે. ગુજરાત છેલ્લા 22 વર્ષથી ભાજપનો ગઢ છે. તાજેતરમાં હાર્દિક પટેલના રાજીનામાથી રાજ્યમાં કોંગ્રેસ વધુ નબળી પડી છે. જોકે, હાર્દિકે હજુ સુધી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો નથી.
Tags :
Advertisement

.

×