Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોના પર પીએમ મોદી આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક, લોકોને સાવચેતી રાખવા એડવાઇઝરી જાહેર

ચીનમાં કોરોનાના પ્રચંડ સંખ્યામાં કેસો વચ્ચે ભારતમાં પણ સંક્રમણ ફેલાવાનો ખતરો છે. અહીં આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપતા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. હવે સંક્રમણના વધતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ દરમિયાન કોરોના અને સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશેઆ બેઠકમાં ગૃહમંત્રી àª
કોરોના પર પીએમ મોદી આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક  લોકોને સાવચેતી રાખવા એડવાઇઝરી જાહેર
Advertisement
ચીનમાં કોરોનાના પ્રચંડ સંખ્યામાં કેસો વચ્ચે ભારતમાં પણ સંક્રમણ ફેલાવાનો ખતરો છે. અહીં આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપતા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. હવે સંક્રમણના વધતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ દરમિયાન કોરોના અને સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે
આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. PMએ આ બેઠક ત્યારે બોલાવી છે,જ્યારે દેશમાં Omicronના BF.7 સબ-વેરિયન્ટના 4 કેસની પુષ્ટિ થઈ છે. ચેપના આ પ્રકારને કારણે ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

બપોરે 3.30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક 
આજે બપોરે 3.30 વાગ્યે આ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.સરકાર સામે બે મોટા પડકારો છે.એક તો બહારથી અને ખાસ કરીને ચીનથી આવતી ફ્લાઈટને લઈને આ સમયે કેવો નિર્ણય લેવો...બીજું એ કે જે પ્રકારે ચીનમાં હોબાળો મચાવ્યો છે તે વેરિઅન્ટ ભારતમાં મળી ચૂક્યો છે, તો આ વેરિઅન્ટ કેટલો ખતરનાક બની શકે છે. તેને કેવી રીતે રોકવો? અને જો આગામી દિવસોમાં ચેપ ફેલાશે અને દર્દીઓની સંખ્યા વધશે તો ભારત સરકાર અને રાજ્ય સરકારો કેટલી તૈયાર છે?

ભારત એલર્ટ મોડ પર
ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોએ ભારતને એલર્ટ મોડ પર મૂકી દીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ટોચના અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોવિડ કેસોની એકંદર સંખ્યામાં કોઈ વધારો થયો નથી, પરંતુ હાલના વાતાવરણ પર નજર રાખવા માટે સતત દેખરેખની જરૂર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×