Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી આજે શિમલાની મુલાકાતે, ગરીબ કલ્યાણ સંમેલનમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે શિમલામાં તેમની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર 'ગરીબ કલ્યાણ સંમેલન'માં ભાગ લેશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દેશભરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ કલ્યાણ કાર્યક્રમો વિશે પ્રતિસાદ મેળવવા માટે જનતા સાથે સીધો સંપર્ક
pm મોદી આજે શિમલાની મુલાકાતે  ગરીબ કલ્યાણ સંમેલનમાં લેશે ભાગ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે શિમલામાં તેમની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર 'ગરીબ કલ્યાણ સંમેલન'માં ભાગ લેશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દેશભરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ કલ્યાણ કાર્યક્રમો વિશે પ્રતિસાદ મેળવવા માટે જનતા સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે. 
વડાપ્રધાન મોદી શિમલામાં કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરા થવાના પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, PM મોદીનો આ કાર્યક્રમ રાષ્ટ્રીય મહત્વનો કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે, મેં શિમલામાં આ કાર્યક્રમનું આયોજન કરવા વિનંતી કરી હતી. PMએ બે કાર્યક્રમો સૂચવ્યા હતા. તેમાંથી 31 મેના રોજ ગરીબ કલ્યાણ સંમેલન હતું. તેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે સામેલ થશે. PM કેન્દ્રની 16 મુખ્ય યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. લગભગ 17 લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. હિમાચલના 50 હજાર લોકો પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ સંમેલન આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવી રહ્યું છે. 

ગરીબ કલ્યાણ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી 9 કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો દ્વારા સંચાલિત 16 યોજનાઓ/કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન 12 કરોડથી વધુ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની PM કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ જાહેર કરશે. આ સાથે, વિવિધ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) માં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમોની આ શ્રેણીના ભાગરૂપે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પુસા (દિલ્હી)માં ખેડૂતો સાથે જોડાશે.
Advertisement
Tags :
Advertisement

.

×