Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી અચાનક જોઈ ગયા 'મા'નું પેઈન્ટિંગ, કાર રોકી છોકરીને પૂછ્યું.....

PM નરેન્દ્ર મોદીએ શિમલામાં તેમની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. જોકે, એક છોકરી દ્વારા બનાવેલા પેઈન્ટિંગ સ્વીકારવા માટે તેઓએ કાર રોકી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. PM નરેન્દ્ર મોદી યુવતીને મળ્યા અને તેણીએ બનાવેલી પેઇન્ટિંગને ભેટ તરીકે સ્વીકારી. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાત પ
pm મોદી અચાનક જોઈ ગયા  મા નું પેઈન્ટિંગ  કાર રોકી છોકરીને પૂછ્યું
Advertisement

PM @narendramodi stopped his car to accept a painting by a girl in Shimla #8YearsOfGaribKalyan pic.twitter.com/eN8XtLWhSp

— DD News (@DDNewslive) May 31, 2022" title="" target="">javascript:nicTemp();

આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ યુવતીનું નામ પણ પૂછ્યું અને કહ્યું કે તમે ક્યાં રહો છો. તેના પર યુવતીએ કહ્યું કે હું શિમલામાં રહું છું. વડાપ્રધાને ભારે ભીડ વચ્ચે હાજર યુવતીના માથા પર હાથ મૂક્યો અને પેઇન્ટિંગ સાથે આગળ વધ્યા. વાસ્તવમાં આ પેઇન્ટિંગ તેમની માતા હીરાબેન મોદીની છે, જેને જોઈને PM નરેન્દ્ર મોદીએ તેમની કાર રોકી હતી. આ પછી, તેઓ પેઇન્ટિંગ હાથમાં લઈને પગપાળા છોકરી પાસે પહોંચ્યા અને થોડીવાર તેમની સાથે વાત કર્યા પછી, પેઇન્ટિંગને ભેટ તરીકે સ્વીકારી. આટલું જ નહીં PM નરેન્દ્ર મોદીએ બાળકીના માથા પર હાથ રાખીને આશીર્વાદ પણ આપ્યા હતા.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મંગળવારે શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને પછી રોડ શો કર્યો. વડાપ્રધાન મોદીએ આ શિમલામાંથી જ કિસાન સન્માન નિધિના 11માં હપ્તા તરીકે 21,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.
લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, PMએ કર્ણાટકના કલબુર્ગીની એક મહિલા સંતોષીને કહ્યું કે તેણીએ જે રીતે તેના વિચારો વ્યક્ત કર્યા તેનાથી તે પ્રભાવિત થયા હતા અને જો તે ભાજપની કાર્યકર હોત તો તેણીને ચૂંટણી લડવા માટે કહ્યું હોત. લદ્દાખના એક ભૂતપૂર્વ સૈનિકે વડાપ્રધાનને કહ્યું કે, તેમને જલ જીવન મિશન અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો છે અને તેમને યોજનાનો લાભ લેવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

Tags :
Advertisement

.

×