Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રેકોર્ડ 87 હજારથી વધારે લોકોએ કર્યું રક્તદાન, હજુ ગણતરી શરૂ જ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન (Voluntary blood donation) માટે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર PM મોદીના જન્મદિવસ પર શરૂ થયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરની માહિતી શેર કરી.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ (Mansukhbhai Mandvia) જણાવ્યું કે, આ
વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રેકોર્ડ 87 હજારથી વધારે લોકોએ કર્યું રક્તદાન  હજુ ગણતરી શરૂ જ છે
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન (Voluntary blood donation) માટે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર PM મોદીના જન્મદિવસ પર શરૂ થયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરની માહિતી શેર કરી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ (Mansukhbhai Mandvia) જણાવ્યું કે, આજે એક નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. PM મોદીના જન્મદિવસે રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત અત્યાર સુધીમાં 87 હજારથી વધુ લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું છે. તે જ સમયે, 19 લાખથી વધુ લોકોએ રક્તદાન કરવા માટે નોંધણી કરાવી છે. દેશ તરફથી વડાપ્રધાનને આ એક અમૂલ્ય ભેટ છે. આ એક નવો રેકોર્ડ છે પરંતુ હજુ પણ ગણતરી ચાલુ છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજથી 15 દિવસનું રક્તદાન અભિયાન (Blood Donation Campaign) શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 1લી ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવશે. 'રક્ત દાન અમૃત મહોત્સવ' માટે રક્ત એકત્ર કરવા માટે દેશભરમાં 6136 શિબિરોને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં એક કેમ્પની મુલાકાત લઈને જાતે રક્તદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે લોકોને 'રક્ત દાન અમૃત મહોત્સવ' તરીકે રક્તદાન કરવા માટે આરોગ્ય સેતુ એપ અથવા ઈ-રક્તકોશ પોર્ટલ પર નોંધણી કરાવવાની પણ વિનંતી કરી હતી.
આ અભિયાન (Blood Donation Campaign) દ્વારા એક દિવસમાં એક લાખ યુનિટ બ્લોટ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે જ આ ડ્રાઈવ દ્વારા લોકોને નિયમિત રક્તદાન કરવા અંગે પણ જાગૃત કરવામાં આવશે. કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, બિન-સરકારી અને સામુદાયિક સંસ્થાઓ અને અન્ય પક્ષો આ અભિયાનમાં ભાગ લેશે.

Advertisement
Tags :
Advertisement

.

×