PM મોદીએ લાલુ યાદવના સ્વાસ્થ્યને લઈને જાણકારી લીધી, તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત વિશે ફોન પર પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને લાલુ પ્રસાદની તબિયત અંગે અપડેટ લીધી હતી. જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવ પટનાના રાબડી નિવાસસ્થાને સીડી ચડતી વખતે લપસવાને કારણે પડી ગયા હતા. આ દરમિયાન લાલુ યાદવને પીઠ અને ખભામાં ઊંડી ઈજàª
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત વિશે ફોન
પર પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને
ફોન કરીને લાલુ પ્રસાદની તબિયત અંગે અપડેટ લીધી હતી. જણાવી દઈએ કે લાલુ પ્રસાદ
યાદવ પટનાના રાબડી નિવાસસ્થાને સીડી ચડતી વખતે લપસવાને કારણે પડી ગયા હતા. આ
દરમિયાન લાલુ યાદવને પીઠ અને ખભામાં ઊંડી ઈજા થઈ હતી.
Advertisement
લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી
પડી ગયા બાદ સૌપ્રથમ તબીબોએ રાબડી નિવાસ પર જ લાલુ યાદવની સારવાર કરી હતી. લાલુના
ખભામાં ફ્રેક્ચર થવાને કારણે ડોક્ટરોએ તેમને પ્લાસ્ટર કરાવ્યું હતું. પરંતુ તે પછી
રાત્રે, તબિયત બગડતા, તેમને પટનાની જ ખાનગી પારસ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવ પોતે પિતા લાલુ સાથે કારમાં
હોસ્પિટલ પહોંચ્યા હતા.
Advertisement


