Vadodara એરપોર્ટ પર PM Narendra Modi નું સ્વાગત
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે.
Advertisement
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે, વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય નેતાઓ દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે ઇ-બસોનું લોકાર્પણ કર્યું અને 1220 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
Advertisement


