Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બંગાળના લોકો આ મહાન ધરતી પર આવા પાપ કરનારાઓને ક્યારેય માફ ના કરે

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસી નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. આ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયે બંગાળમાં થયેલી હિંસા પર રાજકારણ ગરમાયું છે. બંગાળમાં ભાજપ દ્વારા ટીએમસી સરકાર પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન અને સીબીઆઇ તપાસà
બંગાળના લોકો આ મહાન ધરતી પર આવા પાપ કરનારાઓને ક્યારેય માફ ના કરે
Advertisement
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસી નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. આ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયે બંગાળમાં થયેલી હિંસા પર રાજકારણ ગરમાયું છે. બંગાળમાં ભાજપ દ્વારા ટીએમસી સરકાર પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન અને સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી છે. 
કોલકાતામાં ગેલેરીનું ઉદ્ઘાટન કર્યુ
આ બધી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે શહીદ દિવસ નિમિત્તે કોલકાતામાં એક ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના સંબોધનમાં તેમણે બંગાળના બીરભૂમમાં થયેલી હિંસા વિશે ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસક ઘટના પર હું દુઃખ વ્યક્ત કરુ છું,  મારી સંવેદના વ્યક્ત કરું છું.  હું આશા રાખું છું કે રાજ્ય સરકાર બંગાળની મહાન ભૂમિ પર આવા જઘન્ય પાપ કરનારાઓને ચોક્કસપણે સજા કરશે. બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને ક્યારેય માફ ન કરે, આવા ગુનેગારોને પ્રોત્સાહન આપનારા લોકોને પણ ક્યારેય માફ ના કરે. કેન્દ્ર સરકાર વતી હું રાજ્યને આશ્વાસન આપું છું કે અપરાધીઓને વહેલી તકે સજા અપાવવા માટે જે પણ મદદ ઈચ્છે છે તે પૂરી પાડવામાં આવશે.’
Tags :
Advertisement

.

×