પાટણ HNGUમાં MBBS કૌભાંડમાં 7 વર્ષ બાદ મોટી કાર્યવાહી!
Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં MBBS પરીક્ષા સંબંધિત કૌભાંડના 7 વર્ષ બાદ આખરે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં યુનિવર્સિટીએ બી-ડિવિઝન પોલીસ મથકે 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.
05:10 PM Mar 18, 2025 IST
|
Hardik Shah
Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં MBBS પરીક્ષા સંબંધિત કૌભાંડના 7 વર્ષ બાદ આખરે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં યુનિવર્સિટીએ બી-ડિવિઝન પોલીસ મથકે 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં પ્રથમ વર્ષના નાપાસ વિદ્યાર્થીઓ પરિમલ કુમાર પટેલ, પાર્થ મહેશ્વરી અને રાજદીપ કોડીયાતરને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા હતા, જેમાં એક સિનિયર વિદ્યાર્થી કનુ ચૌધરી તથા પરીક્ષા વિભાગના કર્મચારીઓ દિવ્ય પટેલ અને ઉદય ઓઝાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો કે, ઓરિજનલ ઉત્તરવહીઓ બદલીને ખોટી ઉત્તરવહીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ગુણ વધારીને બનાવટી રિએસેસમેન્ટ રેકોર્ડ પણ ઉભું કરાયું હતું. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે, અને લાંબા સમય બાદ નોંધાયેલી આ ફરિયાદથી કડક કાર્યવાહીની આશા જાગી છે.
Next Article