Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે પોસ્ટ ઓફિસમાંથી વ્યાજના પૈસા સીધા તમને નહીં મળે, બદલાઈ ગયા તમામ નિયમો

ભારત સરકાર સરકારી સ્કીમોમાં અવનવા ફેરફાર કરતી આવી છે. ત્યારે આજે પોસ્ટ ઓફિસને લઈને અમે તમને એક મહત્વપુર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ. PPFના નિયમોમાં બદલાવ બાદ હવે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ ગયા છે. ઈન્ડિયા પોસ્ટે હવે પોસ્ટ ઓફિસમાંથી બચત પર વ્યાજના નિયમમાં ફેરફાર કર્યો છે. નવો નિયમ 1 એપ્રિલ, 2022થી લાગુ થશે જો તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (MIS), SCSS àª
હવે પોસ્ટ ઓફિસમાંથી
વ્યાજના પૈસા સીધા તમને નહીં મળે  બદલાઈ ગયા તમામ નિયમો
Advertisement

ભારત સરકાર સરકારી
સ્કીમોમાં અવનવા ફેરફાર કરતી આવી છે. ત્યારે આજે પોસ્ટ ઓફિસને લઈને અમે તમને એક
મહત્વપુર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ.
PPFના નિયમોમાં બદલાવ બાદ હવે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ સાથે જોડાયેલા
નિયમો પણ બદલાઈ ગયા છે. ઈન્ડિયા પોસ્ટે હવે પોસ્ટ ઓફિસમાંથી બચત પર વ્યાજના
નિયમમાં ફેરફાર કર્યો છે.


Advertisement

નવો નિયમ 1 એપ્રિલ, 2022થી લાગુ થશે

Advertisement

જો તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ
સ્કીમ (
MIS), SCSS અને ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ (TD)માંથી રોકડમાં વ્યાજના પૈસા લો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે.
1 એપ્રિલ 2022થી તમને આ પૈસા રોકડમાં નહીં મળે. MIS, SCSS અથવા TD ખાતાઓ પર સરકાર દ્વારા મળતું વ્યાજ 1 એપ્રિલથી સીધા રોકાણકારોના બચત
ખાતામાં મોકલવામાં આવશે.


આ નિયમ તમે માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે વ્યાજના
નાણાં લો છો તે બધા માટે લાગુ પડશે. જો કોઈ રોકાણકારે બેંક કે પોસ્ટ ઓફિસના સેવિંગ
એકાઉન્ટને તેની સેવિંગ સ્કીમ સાથે લિંક નથી કર્યું તો તમને
1 એપ્રિલથી સમસ્યા થઈ શકે છે. કોઈપણ
મુશ્કેલીથી બચવા માટે
31 માર્ચ, 2022 પહેલા પોસ્ટ ઓફિસ સ્કીમને સેવિંગ એકાઉન્ટ સાથે લિંક કરો.


જો તમે 31 માર્ચ સુધીમાં બંને ખાતાઓને લિંક નહીં કરો તો 1 એપ્રિલ પછી મળતું વ્યાજ પોસ્ટ ઓફિસના
વિવિધ ખાતાઓમાં જમા કરવામાં આવશે. એકવાર વ્યાજની રકમ પરચુરણ ઓફિસ ખાતામાં જમા થઈ
જાય
પછી તે પોસ્ટ ઓફિસ બચત ખાતા અથવા ચેક
દ્વારા જ ચૂકવવામાં આવશે. 
5 વર્ષ માટે માસિક આવક યોજના (MIS) માં વ્યાજના નાણાં માસિક ધોરણે ચૂકવવામાં
આવે છે. જ્યારે
5 વર્ષની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) માટે વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં
આવે છે. જ્યારે ટીડી ખાતાનું વ્યાજ વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.

Tags :
Advertisement

.

×