Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત કોંગ્રસના તારણહાર પ્રશાંત કિશોર બનશે કે નહિ? કોંગ્રેસનો જૂથવાદ ચરમસીમાએ

ગુજરાત માટે આ વર્ષ જાણે ચૂંટણીની સિઝન હોઈ તેમ રાજકીય પક્ષ એક બીજાના નેતાઓને પોતાના પક્ષમાં લેવા તલ પાપડ થઇ રહ્યા છે. રાજકીય સમીકરણોને જ્ઞાતિના સમીકરણો સાથે જોડી દેવામાં આવ્યા છે.  છેલ્લા 4 વર્ષથી નારાજ ચાલી રહેલા નેતા ચૂંટણી આવતા જ પક્ષ પલટો કરી રહ્યા છે.આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવે છે છતાં પણ કોંગ્રેસ હજુ પુરી તૈયારી સાથે નથી દેખાઈ રહી.રાજ્યમાં
ગુજરાત કોંગ્રસના તારણહાર પ્રશાંત કિશોર બનશે કે નહિ  કોંગ્રેસનો જૂથવાદ ચરમસીમાએ
Advertisement
ગુજરાત માટે આ વર્ષ જાણે ચૂંટણીની સિઝન હોઈ તેમ રાજકીય પક્ષ એક બીજાના નેતાઓને પોતાના પક્ષમાં લેવા તલ પાપડ થઇ રહ્યા છે. રાજકીય સમીકરણોને જ્ઞાતિના સમીકરણો સાથે જોડી દેવામાં આવ્યા છે.  છેલ્લા 4 વર્ષથી નારાજ ચાલી રહેલા નેતા ચૂંટણી આવતા જ પક્ષ પલટો કરી રહ્યા છે.આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવે છે છતાં પણ કોંગ્રેસ હજુ પુરી તૈયારી સાથે નથી દેખાઈ રહી.
રાજ્યમાં અનેક મુદ્દા પર વિરોધ કરી શકાય તેમ છે પરંતુ કોંગ્રેસ આ મુદ્દે ઉણી ઉતરી રહી છે. ચૂંટણી નજીક છે છતાં વિપક્ષ કોંગ્રેસ હજુ સુધી  વ્યૂહરચના સાથે આવી શકી નથી. કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને તેમની ટીમને રાજ્યમાં ચૂંટણી સોંપણી માટે પાર્ટી હાઈકમાન્ડ સાથે વાટાઘાટો કરવા વિશે મીડિયાની અટકળોને વેગ આપી રહ્યો છે.  સૂત્રોએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે.
રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર દ્વારા ચૂંટણી પ્રચારની વ્યૂહરચના સંભાળવા અંગેની વાતોથી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ હાલ પૂરતું મજબૂત બનશે અને તેમનો ઉત્સાહ વધશે. આ અટકળોને ઉત્સાહ સાથે વેગ આપવામાં આવી રહ્યો છે. મીડિયાના અહેવાલ મુજબ, કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ કહ્યું કે રાજ્યમાં પ્રશાંત કિશોરને લઇ અમે તૈયાર છીએ પરંતુ તે નિર્ણય લેવાનું હાઈકમાન્ડ પર છે.
પ્રશાંત કિશોરને લઇ દરેક કોંગ્રેસનો અભિપ્રાય નથી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું કે જો પ્રશાંત કિશોરની ગુજરાત આવવાની વાત સફળ નહીં થાય તો તેનાથી કાર્યકરોનું મનોબળ જ તૂટી જશે. તેમણે એમ પણ કહ્યું કે આવી કોઈ યોજના અંગે તમામ મોટા નેતાઓનો કોઈ અભિપ્રાય નથી. તેમણે કહ્યું કે મોટા નેતાઓમાં એકતાનો અભાવ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં રાજ્ય સમિતિની પુનઃરચના કરવામાં કોંગ્રેસને લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો અને છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં OBC નેતા જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ તરીકે અને સુખરામ રાઠવાને વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. ચાવડા અને ધાનાણીએ તેમની જવાબદારીઓમાંથી મુક્ત થયા પહેલા ત્રણ ચૂંટણીમાં હાર બાદ ઓછામાં ઓછા ત્રણ વખત તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ બંને નેતાઓએ વર્ષ 2019માં લોકસભામાં થયેલી હારની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું હતું ત્યાર બાદ પેટાચૂંટણી અને પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. 
Tags :
Advertisement

.

×