વડાપ્રધાનશ્રી મોદી આજે કરશે આંતરરાષ્ટ્રીય ડેરી સમ્મેલનનું ઉદ્ઘાટન, 50 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે 'ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી કોન્ફરન્સ 2022'નું ઉદ્ઘાટન કરશે. ઈવેન્ટ ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ચાર દિવસીય કોન્ફરન્સ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ખેડૂતો અને નીતિ નિર્માતાઓ સહિત વિશ્વભરમાંથી વધુ ભારતીય ડેરી હિસ્સેદારો હાજરી આપશે.જેમાં 50 દેશોના લગભગ 1433 પ્રતિનિધિઓ કà«
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે 'ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી કોન્ફરન્સ 2022'નું ઉદ્ઘાટન કરશે. ઈવેન્ટ ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ચાર દિવસીય કોન્ફરન્સ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ખેડૂતો અને નીતિ નિર્માતાઓ સહિત વિશ્વભરમાંથી વધુ ભારતીય ડેરી હિસ્સેદારો હાજરી આપશે.
જેમાં 50 દેશોના લગભગ 1433 પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સાથે 800 થી વધુ ડેરી ખેડૂતો પણ ભાગ લેશે. આ ઉપરાંત, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ખેડૂતો અને નીતિ નિર્માતાઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં 'પોષણ અને આજીવિકા માટે ડેરી' થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનશ્રી મોદી ભારતીય શ્વેત ક્રાંતિના ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ પર એક શોર્ટ ફિલ્મ પણ નિહાળશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
જણાવી દઈએ કે, વૈશ્વિક દૂધમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. ભારતમાં વાર્ષિક આશરે 210 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે અને આનાથી 80 મિલિયન ડેરી ખેડૂતો મજબૂત અને આત્મનિર્ભર બની રહ્યા છે.


