PM Modi નો 'મન કી બાત' કાર્યક્રમ
આપદાના સમયે સેના પણ બચાવકાર્યમાં જોડાઈઃ PM મોદી પૂર અને તબાહી વચ્ચે જમ્મુ કાશ્મીરે ઉપલબ્ધિઓ મેળવી જમ્મુ કાશ્મીરના પુલવામામાં ડે-નાઈટ મેચ રમાઈ PM Modi એ રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 125મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન...
Advertisement
- આપદાના સમયે સેના પણ બચાવકાર્યમાં જોડાઈઃ PM મોદી
- પૂર અને તબાહી વચ્ચે જમ્મુ કાશ્મીરે ઉપલબ્ધિઓ મેળવી
- જમ્મુ કાશ્મીરના પુલવામામાં ડે-નાઈટ મેચ રમાઈ
PM Modi એ રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 125મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "આ ચોમાસાની ઋતુમાં, કુદરતી આફતો દેશની કસોટી કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, આપણે પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ જોયો છે. ઘરો નાશ પામ્યા, ખેતરો ડૂબી ગયા. પાણીના સતત વધતા દબાણથી પુલ અને રસ્તાઓ વહી ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા. આ ઘટનાઓએ દરેક ભારતીયને દુઃખ પહોંચાડ્યું છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની પીડા આપણા બધાની પીડા છે."
Advertisement


