Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રીલંકામાં વડાપ્રધાનનું રાજીનામું, દેશમાં કટોકટી સાથે રાજકીય સંકટ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે હવે રાજકીય સંકટ પણ ઉભું થયું છે. શ્રીલંકામાં કટોકટી વચ્ચે વડાપ્રધાને રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે. રાજપક્ષેએ સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે.  શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યà
શ્રીલંકામાં વડાપ્રધાનનું રાજીનામું  દેશમાં કટોકટી સાથે રાજકીય સંકટ
Advertisement

શ્રીલંકામાં
આર્થિક સંકટ વચ્ચે હવે રાજકીય સંકટ પણ ઉભું થયું છે. શ્રીલંકામાં કટોકટી વચ્ચે
વડાપ્રધાને રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન
મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે. રાજપક્ષેએ સોમવારે વડાપ્રધાન પદ પરથી
રાજીનામું આપી દીધું છે.  શ્રીલંકા તેના
ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગુ છે.
શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે હવે રાજકીય સંકટ ઉભું થયું છે.મહિંદા રાજપક્ષેએ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

Sri Lankan Prime Minister Mahinda Rajapaksa resigns: Local media#SriLanka

(file pic) pic.twitter.com/PWAkZGGVms

— ANI (@ANI) May 9, 2022" title="" target="">javascript:nicTemp();

પ્રોફેસર ચન્ના જયસુમન જેઓ મહિન્દા રાજપક્ષે પછી તેમની કેબિનેટમાં આરોગ્ય પ્રધાન હતા, તેમણે પણ
રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ટાપુ દેશમાં આર્થિક કટોકટી પર
વિરોધ દરમિયાન હિંસક અથડામણો પછી વડાપ્રધાન અને આરોગ્ય પ્રધાને તેમના હોદ્દા પરથી
રાજીનામું આપી દીધું છે. સોમવારે રાજધાની કોલંબોમાં આર્થિક સંકટના વિરોધ દરમિયાન
હિંસા ફાટી નીકળી હતી. 
આર્થિક સંકટને લઈને મહિન્દા રાજપક્ષેના
વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મહિન્દા રાજપક્ષેના સમર્થકો
દ્વારા કરવામાં આવેલા હુમલામાં 16 લોકો ઘાયલ થયા હતા. રાજધાની કોલંબોમાં હિંસા
ફાટી નીકળ્યા બાદ શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષી દળો પણ
પીએમના રાજીનામા અને સંયુક્ત સરકાર બનાવવાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી
રહ્યા હતા.

 

શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો
સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં મોંઘવારીએ માજા મુકી છે. લોકો રસ્તા પર ઉતર્યા
છે. સરકાર વિરૂદ્ધ બળવો કરી દીધો છે. આજે
કોલંબોના ઘણા ભાગોમાં તાત્કાલિક અસરથી પોલીસ કર્ફ્યુ લાદી દેવામાં
આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે કોલંબો નોર્થ
, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા
પોલીસ વિભાગમાં આગામી સૂચના સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. શ્રીલંકા ગંભીર
આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે
લોકો હવે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. 

Advertisement
Tags :
Advertisement

.

×