Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું "Thank you Gujarat"

ગુજરાતમાં(Gujarat)ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને ગુજરાતની જનતાએ ફરીવાર ભાજપને(BJP) જનાદેશ આપ્યો છે. ભાજપે આ વખતે 182માંથી 156 સીટ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 17 સીટ અને આમ આદમી પાર્ટીએ 5 અને અપક્ષ ઉમેદવારોએ 4 બેઠકો પર બાજી મારી છે. ત્યારે ભાજપની આ પ્રચંડ જીત બાદ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ (Narendra Modi Tweet)કરીને ગુજરાતની જનતા અને પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો છે.ટ્વીટ કરીનà
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર  કહ્યું  thank you gujarat
Advertisement
ગુજરાતમાં(Gujarat)ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને ગુજરાતની જનતાએ ફરીવાર ભાજપને(BJP) જનાદેશ આપ્યો છે. ભાજપે આ વખતે 182માંથી 156 સીટ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 17 સીટ અને આમ આદમી પાર્ટીએ 5 અને અપક્ષ ઉમેદવારોએ 4 બેઠકો પર બાજી મારી છે. ત્યારે ભાજપની આ પ્રચંડ જીત બાદ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ (Narendra Modi Tweet)કરીને ગુજરાતની જનતા અને પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો છે.
ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો માન્યો આભાર

તેમને ટ્વીટ કરતા લખ્યું કે આભાર ગુજરાત. ચૂંટણીના અસાધારણ પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ ઈચ્છે છે કે આ ગતિ વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.


PMએ કાર્યકર્તાઓને ગણાવી પાર્ટીની વાસ્તવિક તાકાત

આ સાથે જ વડાપ્રધાને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ‘તમામ મહેનતુ ગુજરાતના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું તમે દરેક ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય ના બનતી, જેઓ અમારી પાર્ટીની વાસ્તવિક તાકાત છે’

Advertisement

Advertisement


CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મતદારોનો માન્યો આભાર

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્રભાઈ પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેઓએ 1,92,000ની સરસાઈથી જીત મેળવી છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મતદારોનો સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.


આ પણ  વાંચો : આ રહ્યા એ કારણો, જેનાથી 7મી વખત PM MODIએ ભાજપને અપાવી જીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×