ખાનગી શાળા સંચાલકોએ ફી નિયમન સમિતિના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકાર્યો
ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી નિયમન સમિતિના ઓર્ડરને પડકારવામાં આવ્યો છે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શાળા સંચાલકો તરફથી ફી નિર્ધારણ સમિતિ સમક્ષ જે-તે બાબતના ખર્ચ અંગેની વિગત તો મૂકે છે પરંતુ તે ખર્ચ અંગેની વિસ્તારપૂર્વક સમજણ નથી આપી. જેથી કોર્ટે કહ્યું કે માત્ર વાઉચર મૂકવું એ પૂરતું નથી, તેમાં કયો ખર્ચ ક્યાં કર્યો, કેમ કર્યો તેની વિગત પણ આપવી જરૂરી છે. સાથે
Advertisement
ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી નિયમન સમિતિના ઓર્ડરને પડકારવામાં આવ્યો છે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શાળા સંચાલકો તરફથી ફી નિર્ધારણ સમિતિ સમક્ષ જે-તે બાબતના ખર્ચ અંગેની વિગત તો મૂકે છે પરંતુ તે ખર્ચ અંગેની વિસ્તારપૂર્વક સમજણ નથી આપી. જેથી કોર્ટે કહ્યું કે માત્ર વાઉચર મૂકવું એ પૂરતું નથી, તેમાં કયો ખર્ચ ક્યાં કર્યો, કેમ કર્યો તેની વિગત પણ આપવી જરૂરી છે. સાથે સાથે કોર્ટે પણ ટકોર કરી કે શિક્ષણના પ્રચાર માટે જે જાહેરાત કરવામાં આવી છે, તે ખરેખર શિક્ષણ માટે જરૂરી છે ખરી ?
આ ઉપરાંત કોર્ટે શાળા દ્વારા શાળામાંથી જ ફરજિયાત પણે પુસ્તક લેવાનો આગ્રહ રાખવા વલણ સામે પણ વાંધો ઉઠાવ્યો. શાળાએ પ્રાથમિક વિભાગમાં તેમના દ્વારા તૈયાર કરેલ પુસ્તકના ખર્ચ પણ સમિતિ સમક્ષ મુક્યો છે. જેથી સુપ્રીમ કોર્ટના ઓર્ડર ટાંકતા કોર્ટે કહ્યું કે, 'પુસ્તક ખરીદવાની બાબત ફરજિયાત ન હોવી જોઈએ.


