પ્રિયંકા ચોપરાએ મધર્સ ડે પર દીકરી માલતી મેરીની પ્રથમ તસવીર શેર કરી
ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરાએ આ વર્ષે મધર્સ ડે પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે તેની પુત્રી માલતી મેરીનો ફોટો પણ શેર કર્યો છે. રવિવારે, સમગ્ર વિશ્વમાં લોકોએ મધર્સ ડેની ઉજવણી કરી અને દરેક વ્યક્તિએ તેમની માતાને વિશેષ ભાવ પ્રગટ કર્યો છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોએ આ ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ શેર કરી છે. આ સાથે જ પહેલી વાર માતા બ
Advertisement
ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરાએ આ વર્ષે મધર્સ ડે પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે તેની પુત્રી માલતી મેરીનો ફોટો પણ શેર કર્યો છે. રવિવારે, સમગ્ર વિશ્વમાં લોકોએ મધર્સ ડેની ઉજવણી કરી અને દરેક વ્યક્તિએ તેમની માતાને વિશેષ ભાવ પ્રગટ કર્યો છે.
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોએ આ ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ શેર કરી છે. આ સાથે જ પહેલી વાર માતા બનનાર અભિનેત્રીઓની ખુશીનો પણ પાર ન હતો. ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરા વિશે વાત કરીએ તો તેણે આ ખાસ અવસર પર ચાહકોને ચોંકાવી દીધા. અભિનેત્રીએ તેની પુત્રી માલતી મેરી સાથેની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પ્રિયંકાનો ફોટો વાયરલ થયો
પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરીને ખોળામાં લીધેલી જોવા મળી. બીજી તરફ, નિક જોનાસે તેની પુત્રીનો હાથ પકડેલો જોવા મળે છે. તસવીરમાં પ્રિયંકા ચોપરાના ચહેરા પર એક અલગ જ લાગણી જોવા મળી. નિક અને પ્રિયંકા બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. તે જ સમયે, તેમની પુત્રી સુંદર ફ્રોકમાં જોવા મળે છે.
100 દિવસ બાદ તેની દીકરી પ્રથમ વખત ઘરે આવી
આ તસવીર શેર કરતાં પ્રિયંકા ચોપરાએ એક લાંબું કેપ્શન લખ્યું છે. કેપ્શનમાં તેમની વાર્તા શેર કરતા, નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'આ મધર્સ ડે પર આપણે છેલ્લાં કેટલાક મહિનાઓ અને રોલરકોસ્ટર જેવા ઉતાર-ચઢાવ વિશે વાત કરીએ છીએ. 100 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા બાદ તેની દીકરી કેવી રીતે પ્રથમ વખત ઘરે આવી છે. આ સમય અમારી માટે ઘણો કપરો રહ્યો. ફોટામાં પ્રિયંકાએ તેની દીકરીને છાતી સરસી ચાંપેલી છે. સાથે નિક અને પ્રિયંકાએ છોકરીના ચહેરાને સફેદ હૃદયની ઇમોજીથી ઢાંકી દીધી છે.
દરેક પરિવારની સફર અલગ-અલગ હોય છે અને તેમાં વિશ્વાસની જરૂર હોય
જોનાસ અને પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'આ મધર્સ ડે પર આપણે પાછલા કેટલાક મહિનાઓ પર નજર કરીતો એક રોલરકોસ્ટર જેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. કપલે આગળ લખ્યું કે દરેક પરિવારની સફર અલગ-અલગ હોય છે અને તેમાં વિશ્વાસની જરૂર હોય છે. અમારા છેલ્લાં કેટલાક મહિના પડકારોથી ભરેલા હતા. પરંતુ હવે એક વાત સ્પષ્ટ છે કે દરેક ક્ષણ સંપૂર્ણ છે. અમે અત્યંત ખુશ છીએ કે અમારી બાળકી આખરે ઘરે આવી છે. અમે લોસ એન્જલસમાં રેડી ચિલ્ડ્રન્સ લા જોલા અને સીડર સિનાઈ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સના આભારી છીએ, જેમણે નિ:સ્વાર્થ ભાવે અમારી મદદ કરી. અમારા જીવનનો હવે પછીનો નવો અધ્યાય શરૂ થયો છે. હું, મમ્મી અને પપ્પા તને પ્રેમ કરે છે.'
નિકે પત્ની પ્રિયંકા ચોપરાને આપી ખાસ મધર્સ ડેની શુભેચ્છા
આ સિવાય નિક જોનાસે પત્ની પ્રિયંકા ચોપરાની પ્રશંસામાં કેટલાક શબ્દો પણ લખ્યાં હતા. તેણે લખ્યું, 'તમામ માતાઓ અને સંભાળ આપનારાઓને મધર્સ ડેની શુભેચ્છા. પત્ની પ્રિયંકા ચોપરાને ખાસ મધર્સ ડેની શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. આ તેનો પ્રથમ મધર્સ ડે છે. તું આ નવી ભૂમિકા એટલી સરળતા અને સ્થિરતા સાથે ભજવી રહ્યી છું. આ પ્રવાસમાં તમારી સાથે રહીને હું ખુશ છું. તમે એક અદ્ભુત માતા છો. આઇ લવ યુ.'
ફેન્સ અને સેલેબ્સ પણ કપલને અભિનંદન આપી રહ્યા છે અને તેમની દીકરી માલતી મેરીને પણ અભિનંદન આપી રહ્યાં છે. પ્રિયંકા અને નિકે જાન્યુઆરી 2022માં સેરોગેસી દ્રારા પુત્રીના જન્મની જાહેરાત કરી હતી.


