Surat: વરાછામાં લારી-ગલ્લાવાળાઓનો મોરચો, MLA કુમાર કાનાણીના પત્ર બાદ શરૂ થઇ ઝૂંબેશ
Surat:વરાછા વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાવાળા નાના ધંધાર્થીઓએ પોલીસ અને મહાનગરપાલિકાની (SMC) કાર્યવાહીના વિરોધમાં એક મોટો મોરચો કાઢ્યો હતો.
Advertisement
Surat:વરાછા વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાવાળા નાના ધંધાર્થીઓએ પોલીસ અને મહાનગરપાલિકાની (SMC) કાર્યવાહીના વિરોધમાં એક મોટો મોરચો કાઢ્યો હતો. આ કાર્યવાહી ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લખાયેલા એક પત્ર બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. વિરોધકર્તાઓ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને વરાછા ઝોન કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેમનો મુખ્ય આરોપ છે કે પોલીસ અને પાલિકાના અધિકારીઓ તેમને ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. મોરચો કાઢનારાઓએ સામાન્ય ધંધાર્થીઓને થતી આ હેરાનગતિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.
Advertisement


