સયુંક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલીકરણ બાબતે વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) સામે આવી રહી છે ત્યારે સરકાર સામે પડકારજનક વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે.જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી શરૂ કરવા માટે રાજ્યના સંયુક્ત કર્મચારી મંડળો મેદાનમાં ઉતર્યા છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમના મુદ્દે કોઈ હકારાત્મક નિર્ણય લેàª
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) સામે આવી રહી છે ત્યારે સરકાર સામે પડકારજનક વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે.
જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી શરૂ કરવા માટે રાજ્યના સંયુક્ત કર્મચારી મંડળો મેદાનમાં ઉતર્યા છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમના મુદ્દે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત અન્ય પ્રશ્નો મુદ્દે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સામે ચૂંટણીએ કર્મચારીઓ દ્વારા આંદોલનનો હથિયાર ઉપાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સયુંકત કર્મચારી મોરચો (United Workers Front) ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના (Gujarat State Employees Association) આદેશ બાદ ભરૂચ સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા આજ રોજ રેલ્વે સ્ટેશન ભરૂચથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી, સૂત્રોચાર કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.


