MGVCL ખાતે વિદ્યુત સહાયક ઉમેદવારોનો વિરોધ, જાણો શું છે માગણી, Video
Vadodara : વડોદરાની MGVCL મુખ્ય કચેરી બહાર વીજ વિભાગના વિદ્યુત સહાયક પદ માટે પરીક્ષા પાસ કર્યા છતાં નિમણૂક ન મળતાં નિરાશ થયેલા અનેક ઉમેદવારો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement
Vadodara : વડોદરાની MGVCL મુખ્ય કચેરી બહાર વીજ વિભાગના વિદ્યુત સહાયક પદ માટે પરીક્ષા પાસ કર્યા છતાં નિમણૂક ન મળતાં નિરાશ થયેલા અનેક ઉમેદવારો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ જિલ્લાઓથી આવેલા યુવાનોએ MGVCL કચેરી સામે નોકરી માટે પડતી વ્યવસ્થાની સામે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેઓએ સ્પષ્ટ માગ કરી કે એમને ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે કાયમી નિમણૂક આપવામાં આવે અને FRT કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવામાં આવે. નોંધનીય છે કે કુલ 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1300 ઉમેદવારો પાસ થયા હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 79 ઉમેદવારોની જ ભરતી થઈ છે. વિરોધને લઈને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મહિલાઓ અને યુવાઓને ટેકો આપી, કચેરીએ જઈને તેમની માંગ સમજી પાડવાનો વિશ્વાસ આપ્યો.
Advertisement


