Vadodara માં દૂષિત પાણીની લઈને લોકોમાં રોષ, સ્થાનિક લોકોએ માટલા ફોડી વિરોધ કર્યો
Vadodara શહેરના વોર્ડ નં. 11ના રહીશો દુષિત પાણી (Polluted water) થી કંટાળી ગયા છે. કંટાળેલા આ રહીશોએ કોર્પોરેશન વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા અને માટલા ફોડીને વિરોધ કર્યો છે.
Advertisement
Vadodara : શહેરના વોર્ડ નં. 11માં જય ગણેશ સહિત અનેક સોસાયટી અને રહીશી વિસ્તારો છે. આ વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે. પીવાના પાણીમાં ગટરનું પાણી (Polluted water) ભળી જતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોની આ સમસ્યાથી કંટાળેલા રહીશોએ આજે ભારે વિરોધ નોંધાવ્યો છે. રહીશોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા. ઢોલ-નગારા વગાડી કોર્પોરેશનના બહેરા અધિકારીઓને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. મહિલાઓએ મોટી સંખ્યામાં માટલા ફોડી પોતાની સમસ્યાના સત્વરે ઉકેલ માટે માગણી કરી છે. જૂઓ અહેવાલ....
Advertisement


