અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરનારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કી. કા. શાસ્ત્રી કોલેજની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ ઉભો થયો હતો.
Advertisement
- બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ, 2 આરોપીઓની ધરપકડ
- ડૉ. આંબેડકર પ્રતિમાને નુકસાન, આરોપીઓએ જાહેરમાં માફી માંગી
- આંબેડકર પ્રતિમાને ખંડિત કરનારાઓએ માફી માંગી, ત્રણ હજું ફરાર
Ahmedabad : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કી. કા. શાસ્ત્રી કોલેજની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પર વિવાદ ઉભો થયો હતો. આ ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને ખોખરા પોલીસને સોંપી દીધા હતા. ખોખરા પોલીસે બંને આરોપીઓનો સરઘસ કાઢી, તેમની જાહેરમાં માફી મંગાવી હતી. આ દરમિયાન, આરોપીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓએ પોતાના કાન પકડીને લોકો સામે માફી માંગી હતી. હાલમાં, જો કે, આ મામલામાં ત્રણ વધુ આરોપી ફરાર છે.
Advertisement


