પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અંગ્રેજી બની વાયરલ, અદનાન સામીએ પણ મજાક કરી, જુઓ વિડીયો
એક સમયના કોમિડીયન ભગવંત માન હવે પંજાબના મુખ્યમંત્રી છે. હાલમાં ગયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પંજબમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો અને જંગી બહુમતિથી જીત મેળવી. પંજાબ સરકારની કમાન અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભગવંત માનના હાથમાં આપી છે. મુખ્યમંત્રી બનતાના બીજા જ દિવસથી ભગવંત માન ધડાધડ નિર્ણયો કરવા લાગ્યા અને દેશ આખાનું ધ્યાન પણ ખેંચ્યું. ક્યારેક પોતાના નિર્ણયનો કારણે તો ક્યàª
Advertisement
એક સમયના કોમિડીયન ભગવંત માન હવે પંજાબના મુખ્યમંત્રી છે. હાલમાં ગયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પંજબમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો અને જંગી બહુમતિથી જીત મેળવી. પંજાબ સરકારની કમાન અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભગવંત માનના હાથમાં આપી છે. મુખ્યમંત્રી બનતાના બીજા જ દિવસથી ભગવંત માન ધડાધડ નિર્ણયો કરવા લાગ્યા અને દેશ આખાનું ધ્યાન પણ ખેંચ્યું. ક્યારેક પોતાના નિર્ણયનો કારણે તો ક્યારેક વિવાદના કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે અત્યારે પણ સોશિયલ મીડિયામાં ભગવંત માનની ચર્ચા છે.
વિડીયો વાયરલ
સોશિયલ મીડિયા પર ભગવંત માનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હાલમાં ભગવંત માનના એક કાર્યક્રમનો છે. આ કાર્યક્રમની અંદર તેઓ પંજાબના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિશે વાત કરી રહ્યા છે. ભાષણ દરમિયાન તેમણે સરકારી શિક્ષકોની ટ્રેનિંગની વાત કરી. તેઓ કહી રહ્યા છે કે થોડા જ દિવસોની અંદર પંજાબમાં પણ દિલ્હીની ફોર્મ્યુલા લાગુ થશે. વાતવાતમાં તેમણે એવું કહ્યું કે પંજાબના શિક્ષકોને પણ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
અદનાન સામીએ ટ્વિટ કર્યુ
ભગવંત માન આગળ પોતાના ભાષણમાં વિવિધ ઇન્ટરન્શનલ યુનિવર્સિટીના નામ પણ બોલે છે. જે દરમિયાન તેમની જીભ લપસી પડે છે અને હાર્વર્ડ યુનિવર્સિટીની જગ્યાએ હેવર્ડ યુનિવર્સિટી બોલે છે. બસ પછી શું છે લોકોએ તેમની આ ભૂલ પકડી પાડી. સામાન્ય લોકો તો ઠીક પરંતુ અદનાન સામીએ પણ આ વિડીયો ટ્વિટ કર્યો છે. અદનાન સામીએ વિડીયો ટ્વિટ કરીને મજાક કરી છે.
Advertisement


