Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીના નજીકના ગણાતા આ નેતાની પસંદગી

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ કોંગ્રેસે પ્રદેશની બોડીમાં મોટો ફેરફાર કર્યો છે. અમરિન્દર સિંહ બ્રાર (રાજા બ્રાર)ને  નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.કોણ છે રાજા બ્રાર રાજા બ્રાર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. અમરિન્
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીના નજીકના ગણાતા આ નેતાની પસંદગી
Advertisement
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ કોંગ્રેસે પ્રદેશની બોડીમાં મોટો ફેરફાર કર્યો છે. અમરિન્દર સિંહ બ્રાર (રાજા બ્રાર)ને  નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
કોણ છે રાજા બ્રાર 
રાજા બ્રાર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. અમરિન્દર સિંહ બ્રાર  પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા. રાજા બ્રાર રાહુલ ગાંધીની નજીકના નેતા હોવાનું માનવામાં આવે છે. 
પ્રતાપ સિંહ બાજવાને વિપક્ષ નેતાની જવાબદારી સોંપવામાં આવી 
રાજા બ્રાર ઉપરાંત પાર્ટી હાઈકમાન્ડે પ્રતાપ સિંહ બાજવાને રાજ્યમાં વિપક્ષના નેતા બનાવ્યા છે. આ ઉપરાંત ભારત ભૂષણ આશુને પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
પંજાબમાં કોંગ્રેસના આંતરિક જુથવાદથી સત્તા ગુમાવવાનો સમય આવ્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામુ આપી અને અલગ પાર્ટી તૈયાર કરી હતી. કેપ્ટનના રાજીનામા બાદ પણ જૂથવાદ પૂરો ન થયો અને ચૂંટણી પર પણ આ જોવા મળ્યો હતો. આટલું જ નહીં, બીજી તરફ રાહુલ ગાંધીને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ પણ કહ્યું હતું કે સુનીલ જાખડ શરૂઆતથી જ તેમની વિરુદ્ધ બોલે છે. તે દલિત ભાઈચારાનું અપમાન કરે છે.
ચૂંટણી પરિણામો બાદ જાખડ ચન્ની પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. જાખડનું માનવું છે કે કલંકિત નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાથી પંજાબમાં કોંગ્રેસની હાર થઈ. જોકે, ચૂંટણી પહેલા જાખરે હંમેશા સિદ્ધુને બદલે ચન્નીને ચહેરો બનાવવાની હિમાયત કરી હતી. રાહુલે ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા તે બેઠકમાં જાખડ પણ ઉપસ્થિત હતા.
Tags :
Advertisement

.

×