Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી તજિન્દર બગ્ગાને રાહત, 5 જુલાઈ સુધી ધરપકડ પર લગાવી રોક

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાને મંગળવારે મોટી રાહત મળી છે. મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અસ્થાયી રૂપે સિંહની ધરપકડ પર 5 જુલાઈ સુધી રોક લગાવી દીધી હતી. આ દરમિયાન પંજાબ સરકાર પણ બીજેપી નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. ખાસ વાત એ છે કે આ પહેલા પણ હાઈકોર્ટે મધ્યરાત્રિની સુનાવણી દરમિયાન બગ્ગાની ધરપકડ પર 10 મે સુધી રોક લગાવી દીધી હતી.આ મહિને, પંજાબ પà«
પંજાબ હરિયાણા હાઈકોર્ટમાંથી તજિન્દર બગ્ગાને રાહત  5 જુલાઈ સુધી ધરપકડ પર લગાવી રોક
Advertisement
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાને મંગળવારે મોટી રાહત મળી છે. મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અસ્થાયી રૂપે સિંહની ધરપકડ પર 5 જુલાઈ સુધી રોક લગાવી દીધી હતી. આ દરમિયાન પંજાબ સરકાર પણ બીજેપી નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. ખાસ વાત એ છે કે આ પહેલા પણ હાઈકોર્ટે મધ્યરાત્રિની સુનાવણી દરમિયાન બગ્ગાની ધરપકડ પર 10 મે સુધી રોક લગાવી દીધી હતી.
આ મહિને, પંજાબ પોલીસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા, ધાર્મિક દ્વેષ ફેલાવવા અને ફોજદારી ધમકીઓ આપવા બદલ બીજેપી નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કથિત રીતે ધમકી આપવા બદલ બગ્ગાની ધરપકડનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો.
રવિવારે બગ્ગાએ એક વીડિયો અને મેસેજ દ્વારા કોર્ટ અને અલ્પસંખ્યક આયોગનો તેમને ધરપકડથી રોકવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, "હું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તેમજ લઘુમતી આયોગનો ગઈકાલે બતાવવા માટે આભાર માનું છું કે આ દેશમાં કાયદો કામ કરે છે." અલ્પસંખ્યક આયોગે પંજાબ સરકારને મને પાઘડી પહેરવા ન દેવા બદલ નોટિસ મોકલી છે, અમે પાઘડી વગર બહાર ન જઈ શકીએ.
Tags :
Advertisement

.

×