Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'તારે શું વળી?'

ઈયરફોન લગાવી ધડકતે હૈયે ઋજુલે મંથનનો વીડિયો પ્લે કર્યો અને સાંભળવા લાગ્યો.દોસ્ત, મારી પાસે વધુ સમય નથી. ફટાફટ વાત કરવી છે. નાનપણમાં મારી મા બજારમાંથી આવીને કહેતી કે, 'આ હેર-પિન, કંગન, લિપસ્ટિક, બુટી, બોરિયાં બધું બેન રુદ્રા માટે લાવી.' હું આશ્ચર્યથી પૂછતો, 'તો મારા માટે?' મા કહેતી, 'લે..તું તો છોકરો છો, તારે શું વળી?'બસ...'છોકરો' અને 'તારે શું વળી?' ત્યારથી પજવે છે.કોલેજના અમારા વર્ગમાં સરખી અટક
 તારે શું વળી
Advertisement
ઈયરફોન લગાવી ધડકતે હૈયે ઋજુલે મંથનનો વીડિયો પ્લે કર્યો અને સાંભળવા લાગ્યો.
દોસ્ત, મારી પાસે વધુ સમય નથી. ફટાફટ વાત કરવી છે. નાનપણમાં મારી મા બજારમાંથી આવીને કહેતી કે, "આ હેર-પિન, કંગન, લિપસ્ટિક, બુટી, બોરિયાં બધું બેન રુદ્રા માટે લાવી." હું આશ્ચર્યથી પૂછતો, "તો મારા માટે?" મા કહેતી, "લે..તું તો છોકરો છો, તારે શું વળી?"
બસ...'છોકરો' અને 'તારે શું વળી?' ત્યારથી પજવે છે.
કોલેજના અમારા વર્ગમાં સરખી અટકવાળાં બે. હું ને બીજી છોકરી. પ્યુનના કહેવાથી ઑફિસમાં ગયાં. આચાર્ય છોકરીને પ્રેમથી કહે, "બેટા! તારી ફી તો સરકાર..." અને મને રાડ પાડીને કહે, "ફી ભરવામાં જોર પડે છે કાંઈ?"
યાદ આવ્યું..પેલી છોકરી રોજ નવી ગાડી લઈને આવે...ને મારા બાપુ અનાજની ગૂણો ઉપાડીને વાંકા થઈ ગયા.. જોર તો....
પણ...હું છોકરો એ મારો ગુનો?
પછી પણ અસંખ્ય ઈન્ટરવ્યુ દઈ આવ્યો...દરેક વખતે પાછળ રહેલી છોકરી કોઈ પ્રકારે ઓવર ટેક કરી જ જાય!
આમ જ છોકરીઓથી નફરત થઈ ગઈ... પછી શરૂ થયો આક્ષેપોનો દોર. ત્યાં સુધી કે, "છોકરીઓમાં નહિ તો છોકરામાં હશે રસ.." ને પછી ખી..ખી..
છેલ્લે બાકી રહ્યું તે બીમારી, વ્યથા, પીડા, ચિત્કાર, દર્દ, અન્યાય, ને લાચારીનો નગ્ન નાચ..રીતસર બળાત્કારની પીડામાંથી પસાર થઈ રહ્યો છું.
દોસ્ત..કોઈકે કહ્યું છે સ્ત્રીની જેમ શણગાર સાથે મરીશ તો આવતા જન્મે સ્ત્રી થઈશ! એમ હશે?
તું મારી આ અંતિમ ઈચ્છા પૂરી કર..જલ્દી હેર-પિન, લિપસ્ટિક, બુટી, બોરિયાં, કંગન લઈને આવને!"
તરત વીડિયો કટ...
ઓહ..!!!
અને ઋજુલે જીગરજાન દોસ્તને બચાવવા ગાડી ભયંકર રીતે ભગાવી.
-----------------------
Tags :
Advertisement

.

×