Gujarat Heavy Unseasonal Rain: Kutch માં પડેલા ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર
ગઈકાલે ભારે પવન સાથે પડેલ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું. વરસાદના કારણે કચ્છ તરફની ટ્રેનો મોડી પડી હતી.
Advertisement
ગઈકાલે પડેલા વરસાદને લઈને મુંબઈ થી કચ્છ તરફ આવતી ટ્રેન મોડી પડી છે. કચ્છ એક્સપ્રેસ ટ્રેન 3 કલાક મોડી પડી હતી. મુંબઈથી ભૂજ આવતી સયાજીનગરી ટ્રેન 4 કલાક મોડી પડી હતી. ટ્રેનો મોડી પડવાના કારણે પ્રવાસીઓ પરેશાન બન્યા હતા. તેમજ લોકોને ધાર્મિક પ્રસંગો તથા લગ્ન પ્રસંગોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement


