ગુજરાતમાં Diwali પહેલા મેઘરાજાનો યુ-ટર્ન!
Ambalal Patel Rain Prediction : ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વર્ષે મેઘરાજાએ જાણે ગુજરાતને છોડીને ક્યાંય જવું જ નથી તેવું નક્કી કરી લીધું છે.
Advertisement
Ambalal Patel Rain Prediction : ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વર્ષે મેઘરાજાએ જાણે ગુજરાતને છોડીને ક્યાંય જવું જ નથી તેવું નક્કી કરી લીધું છે. નવરાત્રિના તહેવારો પૂરા થયા, પરંતુ હજી વરસાદનું જોર ઓછું થયું નથી. હવે ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ (Ambalal Patel) ફરી એકવાર મોટી આગાહી સાથે મેદાનમાં આવ્યા છે, જે રાજ્યભરના લોકોની ચિંતા વધારી શકે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે Diwali સુધી એટલે કે આસો મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામશે.
Advertisement


