4 મે પછી કોઈનું નહીં સાંભળીએ, લાઉડસ્પીકર હટાવવા રાજ ઠાકરેનું ઉદ્ધવ સરકારને 4 મે સુધીનું અલ્ટીમેટમ
મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રમાં
હિન્દુત્વને લઈને રાજ ઠાકરે મેદાનમાં ઉતરી ગયા છે. રાજ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના
ઔરંગાબાદમાં હિન્દુત્વને લઈને મેગા રેલી યોજી હતી. આ રેલીમાં રાજ ઠાકરેએ સંબોધન
કરતા કહ્યું કે મારી આજની રેલીને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
મને સમજાતું નથી કે આટલો બધો હંગામો શા માટે છે. રેલીમાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે
પર પ્રહાર કરતા કહ્યું કે મારી જાહેરસભાઓથી સરકાર ડરી ગઈ છે. રાજ ઠાકરેએ ચેતવણી
આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે મહારાષ્ટ્રને
અમારી શક્તિ બતાવીશું. મસ્જિદોની સામે ડબલ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે અને
ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
One journalist asked me why do you take a stand on loudspeakers today. I said that we chant Hanuman Chalisa and Muslims should listen. A Nashik journalist told me that he is a Muslim & that he also has a problem with loudspeakers. His children can't sleep: Raj Thackeray pic.twitter.com/Px3i8IpGwU
— ANI (@ANI) May 1, 2022" title="" target="">javascript:nicTemp();
બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ
ઠાકરેએ શનિવારે રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે સવાલ પૂછ્યો હતો કે
બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે રાજ ઠાકરે ક્યાં હતા. સીએમ ઉદ્ધવે કહ્યું
હતું કે બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે રાજ ઠાકરેની પાર્ટી અને બીજેપી છુપાઈ હતી. તો
તેનો જવાબ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે તેની આજે મુંબઈમાં યોજાયેલી એક
રેલીમાં આપ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જ્યારે મસ્જિદ તોડવામાં આવી
ત્યારે હું ત્યાં જ હતો. પરંતુ ત્યાં તે સમયે શિવસેનાના એક પણ નેતા નહોતા.


