Rajkot ની બી.એ. ડાંગર કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ કર્યો નાણાં ઉઘરાવવાનો આક્ષેપ
Rajkot : રાજકોટની બી.એ. ડાંગર કોલેજના એક પૂર્વ વિદ્યાર્થી હરેશ જોગરાજિયાએ પોતાના કોલેજના ડિરેક્ટર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે હાજરી અને પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે. હરેશનો દાવો છે કે તેણે પોતે આત્મન મહેતાને 50 હજાર રૂપિયા આપ્યા હતા અને કોલેજમાં “નાણાં આપો અને પાસ થાઓ” જેવી પ્રથા ચાલી રહી છે. તેના કહેવા મુજબ, ઈન્ટર્નશીપ ન કરવા બદલ 1.50 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં લગભગ 35 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કુલ 35 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. હરેશે વધુમાં કહ્યું કે મૃતક ધર્મેશ કલસરિયા તેનો મિત્ર હતો અને તેણે પણ પોતાનું પેપર સારું ન જતા પૈસા ચૂકવ્યા હતા. હરેશે ડિરેક્ટર પર પોતાને ફસાવવાનો આક્ષેપ કરતા આખી પ્રક્રિયા સામે અવાજ ઉઠાવ્યો છે.
આ પણ વાંચો : પાટણમાં MLA કિરીટ પટેલનું ખાડા પૂરવાનો અભિયાન


