રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો આવ્યો સામે
રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. આ વખતે વિવાદ મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે સર્જાયો છે.
Advertisement
- રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો આવ્યો સામે
- મેયર નયના પેઢડીયા અને MLA દર્શિતા શાહ વચ્ચે તું તું મેં મેં
- દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈને થઈ બોલાચાલી
- દર્શિતા શાહેએ માત્ર પોતાના નામનો ઉલ્લેખ કરવા કહ્યું: મેયર
- અન્ય ધારાસભ્યોના નામ ન લખવા દર્શિતા શાહે કહ્યું: મેયર
રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. આ વખતે વિવાદ મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે સર્જાયો છે. જેમાં બંને વચ્ચે ઉગ્ર તું તું મેં મેં થઈ હોવાના અહેવાલ છે. આ બોલાચાલી દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવાને લઈને થઈ હતી. મેયર નયના પેઢડીયાના જણાવ્યા મુજબ, ધારાસભ્ય દર્શિતા શાહે એવો આગ્રહ રાખ્યો હતો કે આમંત્રણ કાર્ડમાં માત્ર તેમના નામનો જ ઉલ્લેખ કરવામાં આવે અને અન્ય ધારાસભ્યોના નામ ન લખવા. આ માંગણીને કારણે બંને મહિલા નેતાઓ વચ્ચે તણાવ સર્જાયો હતો, જેણે રાજકોટ ભાજપના આંતરિક જૂથવાદને ફરી પ્રકાશિત કર્યો છે. જુઓ આ સમગ્ર અહેવાલ.....
Advertisement


