Rajkot : ફર્ન હોટલમાં જુગારધામનો પર્દાફાશ, 5 ઝડપાયા
Rajkot : રાજકોટની ફર્ન હોટલમાં પોલીસ કંટ્રોલ બોર્ડ (PCB) દ્વારા દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યાં દિલ્હીના વેપારીઓ સહિત પાંચ લોકોને ઝડપી લેવાયા. છેલ્લા 3 દિવસથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી અને અજય મીઠિયાને જુગાર રમતા ઝડપી લેવાયા.
Advertisement
Rajkot : રાજકોટની ફર્ન હોટલમાં પોલીસ કંટ્રોલ બોર્ડ (PCB) દ્વારા દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યાં દિલ્હીના વેપારીઓ સહિત પાંચ લોકોને ઝડપી લેવાયા. છેલ્લા 3 દિવસથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી અને અજય મીઠિયાને જુગાર રમતા ઝડપી લેવાયા. પોલીસે રૂ. 2.72 લાખનો મુદ્દામાલ, કેમિકલયુક્ત પત્તા, લેન્સ અને સોફ્ટવેર આધારિત એન્ડ્રોઈડ મોબાઈલ જપ્ત કર્યા, જેના દ્વારા જુગારીઓ સામેના ખેલાડીના પત્તા જાણી શકતા હતા. CCTV ફૂટેજ કબ્જે કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
Advertisement


