Rajkot : જયેશ રાદડિયા સાથેના વિવાદ પર નરેશ પટેલનું મૌન
ખોડલધામ (Khodaldham) ખાતે યુવા સમિતિ દ્વારા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
- ખોડિયાર જયંતી નિમિત્તે ખોડલધામમાં કન્વીનર મીટનું આયોજન (Rajkot)
- જયેશ રાદડિયા સાથેનાં વિવાદ અંગે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું
- મીડિયાનાં સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, "નો કોમેન્ટ"
- કન્વીનર મીટ પહેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની પોસ્ટ વાઇરલ
Rajkot : ખોડલધામ (Khodaldham) ખાતે યુવા સમિતિ દ્વારા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, જયેશ રાદડિયાએ આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે બોલવાનું ટાળ્યું હતું અને માત્ર 'નો કોમેન્ટ' કહ્યું હતું. બીજી તરફ કન્વીનર મીટ પહેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhania) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું છે.
Advertisement


