ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : બેફામ કારચાલકનો આતંક! મહિલાને અડફેટે લીધી, કારમાંથી દારૂની બોટલ મળી

રાજકોટમાં બેફામ ડ્રાઇવિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જલારામ પ્લોટ વિસ્તારમાં કારચાલકે કાબુ ગુમાવી મહિલાને જોરદાર ટક્કર મારી હતી, સદનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો. ઘટના બાદ કારમાંથી ટ્રાફિક વોર્ડનની કેપ અને દારૂની બોટલ મળતાં મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
10:10 AM Nov 10, 2025 IST | Hardik Shah
રાજકોટમાં બેફામ ડ્રાઇવિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જલારામ પ્લોટ વિસ્તારમાં કારચાલકે કાબુ ગુમાવી મહિલાને જોરદાર ટક્કર મારી હતી, સદનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો. ઘટના બાદ કારમાંથી ટ્રાફિક વોર્ડનની કેપ અને દારૂની બોટલ મળતાં મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Rajkot : ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગના બનાવોની હારમાળા વચ્ચે રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહેરના જલારામ પ્લોટ વિસ્તારમાં એક કારચાલકે પોતાનો કાર પરથી કાબુ ગુમાવતા એક મહિલાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

કારમાંથી ટ્રાફિક વોર્ડન કેપ અને દારૂની બોટલ મળી

સ્થાનિકોએ કારચાલકને પકડ્યો ત્યારે કારનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાંથી ટ્રાફિક વોર્ડનની કેપ અને દારૂની બોટલ મળી આવી હતી, જેણે મામલાને વધુ ગંભીર બનાવી દીધો હતો. સ્થાનિકોએ જ્યારે દારૂ અંગે કારચાલકને સવાલ કર્યા ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :   Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!

Tags :
drunk driver caught Rajkotdrunk driving incident RajkotGujarat FirstGujarati Newsliquor bottle found in carpolice investigation Rajkot accidentRAJKOTRajkot Car AccidentRajkot NewsRajkot Viral Videoreckless driving in Gujaratroad safety in Gujarattraffic warden cap in carUnruly car driver in Rajkotwoman hit by car Rajkotરાજકોટમાં બેફામ કારચાલક
Next Article