Rajkot : જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના પ્રિન્સિપાલ બન્યા નિર્દયી! Video
Rajkot : જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના પ્રિન્સિપાલની નિર્દયી હરકતનો વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. 16 જાન્યુઆરીએ બનેલી આ ઘટનાના CCTV ફૂટેજમાં પ્રિન્સીપાલને એક માસૂમ વિદ્યાર્થીનીને જાહેરમાં તમાચા મારતા જોવામાં આવ્યા છે.
Advertisement
- રાજકોટમાં શાળાના પ્રિન્સિપાલ બન્યા નિર્દયી!
- જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો વીડિયો આવ્યો સામે
- વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સીપાલ કેમેરામાં કેદ
- પ્રિન્સિપાલે માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં માર્યા તમાચા
- 16 જાન્યુઆરીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
- વિદ્યાર્થીના વાલીએ શાળામાં આવી કરી તોડફોડ
Rajkot : જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના પ્રિન્સિપાલની નિર્દયી હરકતનો વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. 16 જાન્યુઆરીએ બનેલી આ ઘટનાના CCTV ફૂટેજમાં પ્રિન્સીપાલને એક માસૂમ વિદ્યાર્થીનીને જાહેરમાં તમાચા મારતા જોવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે વિદ્યાર્થીના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાલીઓએ શાળામાં પહોંચી તોડફોડ કરી અને તેમની નારાજગી વ્યક્ત કરી. આ ચોંકાવનારી ઘટનાએ શાળાની શિસ્ત અને પ્રિન્સીપાલની જવાબદારી પર પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે. CCTV ફૂટેજ સામે આવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળા પ્રશાસન વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે.
Advertisement


