Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર, અંતિમ દર્શન માટે પહોંચ્યા સુનિલ પાલ

કોમેડી (Comedy) થી સૌ કોઇને હસાવનારા રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) એ ગઈ કાલે (બુધવાર) અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વચ્ચે વચ્ચે રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અંતે ડોક્ટરની ટીમ તેમને બચાવી શકી ન હોતી. રાજુ શà
રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર  અંતિમ દર્શન માટે પહોંચ્યા સુનિલ પાલ
Advertisement
કોમેડી (Comedy) થી સૌ કોઇને હસાવનારા રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) એ ગઈ કાલે (બુધવાર) અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વચ્ચે વચ્ચે રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અંતે ડોક્ટરની ટીમ તેમને બચાવી શકી ન હોતી. રાજુ શ્રીવાસ્તવના નિધનથી બોલિવૂડ સહિત દેશભરમાં તેના ચાહકો શોકમાં છે. ત્યારે આજે તેમના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુનીલ પાલ રાજુને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ઘાટ પર પહોંચ્યા
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. કોમેડિયન એહસાન કુરેશ અને સુનીલ પાલ રાજુને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ઘાટ પર પહોંચ્યા છે. રાજુને યાદ કરતાં સુનીલ પાલ કહે છે, 'તેને હંમેશા યાદ કરવામાં આવશે. તે અમારા શિક્ષક હતા. પરંતુ તે એટલો ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતો કે તેણે અમારી સાથે કે કોઈની સાથે ખરાબ વ્યવહાર કર્યો ન હતો. અગાઉ, લગભગ 10 વાગ્યા સુધી રાજુના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ હવે તે થોડું મુશ્કેલ લાગે છે. નિગમ બોધ ઘાટ સુધી પહોંચવામાં લગભગ એક કલાક લાગી શકે છે અને અંતિમ વિદાય હજુ શરૂ થઈ નથી. રાજુની અંતિમ યાત્રા લગભગ 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ શકે છે, તેથી લગભગ 11 કે 12 વાગ્યા સુધીમાં રાજુનો શવ પહોંચી જશે. 

PM Modi સહિત અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજુના ચાહકો તેમના અંતિમ દર્શન માટે રસ્તામાં એકઠા થઈ શકે છે, આવી સ્થિતિમાં દિલ્હી પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે. રાજુ શ્રીવાસ્તવ કોમેડી, સિનેમા અને રાજકારણની દુનિયામાં સક્રિય હતા. તેમના અવસાનથી દરેક લોકો દુખી છે. તેમના નિધન પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ઘણા દિગ્ગજો અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી બન્યા લોકપ્રિય
રાજુ શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન જગતમાં સક્રિય હતા, પરંતુ 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સીઝનમાં ભાગ લીધા બાદ તેઓ લોકપ્રિય બન્યા હતા. તેમણે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોબ્બે ટૂ ગોવા' અને 'આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા'માં અભિનય કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×