Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણવીર સિંહ સાથે રાખી સાવંતે મચાવી ધમાલ , 'અનુપમા'ની રેડ કાર્પેટ પર એન્ટ્રી

ઇન્ડિયન ટેલી એકેડમી એવોર્ડ્સ એટલે કે ITA એવોર્ડ 2022નું રવિવારે રાત્રે મુંબઈમાં ધમાકેદાર આયોજન કરાયું હતું. વર્ષની આ એવેઇટેડ એવોર્ડ નાઈટમાં ટીવી અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતીય આ રંગીન રાતમાં સિતારાઓએ જોરદાર ધૂમ મચાવી છે. આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વાણી કપૂર સહિત કરણ જોહરે એવોર્ડ શોમાં હાજરી આપી હતી.  સાથે જ રૂપાલી ગાંગુલી, હિના ખાન, રશ્મિ દેસાઈ અને નિયા શ
રણવીર સિંહ સાથે રાખી સાવંતે મચાવી ધમાલ    અનુપમા ની રેડ કાર્પેટ પર એન્ટ્રી
Advertisement
ઇન્ડિયન ટેલી એકેડમી એવોર્ડ્સ એટલે કે ITA એવોર્ડ 2022નું રવિવારે રાત્રે મુંબઈમાં ધમાકેદાર આયોજન કરાયું હતું. વર્ષની આ એવેઇટેડ એવોર્ડ નાઈટમાં ટીવી અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતીય આ રંગીન રાતમાં સિતારાઓએ જોરદાર ધૂમ મચાવી છે. 
આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વાણી કપૂર સહિત કરણ જોહરે એવોર્ડ શોમાં હાજરી આપી હતી.  સાથે જ રૂપાલી ગાંગુલી, હિના ખાન, રશ્મિ દેસાઈ અને નિયા શર્માથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ આ એવોર્ડ સેરેમનીમાં જોવા મળ્યાં હતાં.
 ITA એવોર્ડ 2022ના રેડ કાર્પેટ પરથી અનુપમા સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહી છે.
રાખી સાવંત અને રણવીર સિંહે પોતાની જબરદસ્ત સ્ટાઈલથી દર્શકોને દિવાના બનાવી દીધાં હતાં. રાખી સાવંતે રણવીર સાથે રેડ કાર્પેટ પર એવી તો ધમાલ મચાવી કે હવે દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. 
બોલીવુડ અભિનેત્રી વાણી કપૂર સહિત હિના ખાન, નિયા શર્મા અને રશ્મિ દેસાઈ, ગૌરવ ખન્ના, રવિ દુબે અને અભિનેત્રી નિધિ શાહે રેડ કાર્પેટ પર સ્ટાઇલીશ એન્ટ્રી કરી હતી. 
Tags :
Advertisement

.

×