Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કનફ્યુઝ, આલિયા- અમિતાભ બચ્ચન હંમેશાંની જેમ દમદાર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ વેઇટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનો પહેલો રિવ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ સામે આવી ગયો છે. ઓવરસીઝ ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધુએ આ ફિલ્મ જોયા પછી તેનો ફર્સ્ટ રિવ્યુ આપતા કહ્યું છે કે આખરે બ્રહ્માસ્ત્ર કેવું છે. તેણે કહ્યું કે રણબીર બ્રહ્માસ્ત્રમાં કન્ફ્યુઝ છે. બ્રહ્માસ્ત્ર ફર્સ્ટ રિવ્યુ 2022ની સૌથી મોટી ફિલ્મ બ્
 બ્રહ્માસ્ત્ર માં રણબીર કનફ્યુઝ  આલિયા  અમિતાભ બચ્ચન હંમેશાંની જેમ દમદાર
Advertisement
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ વેઇટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનો પહેલો રિવ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ સામે આવી ગયો છે. ઓવરસીઝ ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધુએ આ ફિલ્મ જોયા પછી તેનો ફર્સ્ટ રિવ્યુ આપતા કહ્યું છે કે આખરે બ્રહ્માસ્ત્ર કેવું છે. તેણે કહ્યું કે રણબીર બ્રહ્માસ્ત્રમાં કન્ફ્યુઝ છે. 
બ્રહ્માસ્ત્ર ફર્સ્ટ રિવ્યુ 
2022ની સૌથી મોટી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હિટ રહેશે કે ફ્લોપ? આ પ્રશ્ન દરેકના મનમાં છે. પણ ટૂંક સમયમાં જવાબ પણ મળી જશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ તેનો પહેલો રિવ્યુ સામે આવ્યો છે.

કેવી છે આલિયા-રણબીરની ફિલ્મ?
લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધનની બોક્સ ઓફિસ પર નિષ્ફળતા બાદ હવે ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેકની નજર બ્રહ્માસ્ત્ર પર ટકેલી છે. આલિયા-રણબીરની ફિલ્મ રીલિઝ થયા પછી તેનું શાનદાર પર્ફોર્મન્સ કેવું હશે તે તો તમને જલ્દી જ ખબર પડી જશે, પરંતુ તે પહેલા જણાવી દઇએ કે આખરે આલિયા અને રણબીરની ફિલ્મ કેવી છે? ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધુએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રની પ્રથમ રિવ્યુ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આખરે આ ફિલ્મ કેવી છે. આવો તમને જણાવીએ કે આ ફિલ્મ વિશે તેમનું શું કહેવું છે.

આલિયાના વખાણ
પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્માસ્ત્રનો પહેલો રિવ્યૂ કરતી વખતે ઉમૈર સંધુએ લખ્યું- રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં ખૂબ જ કન્ફ્યુઝ લાગે છે. શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર પણ નથી. ફિલ્મમાં આલિયા ભટ્ટ અદભૂત છે.  જો કે મૌની રોય ડરાવે છે, તેનું જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ગ્રેસ એડ કરી છે. અફસોસ એટલો જ છે કે તેમને ઓછું ફૂટેજ આપવામાં આવ્યું છે. પોતાના રિવ્યુમાં ઉમૈર સંધુએ દર્શકોને ફિલ્મના દરેક પાત્રના અભિનય વિશે જાણકારી આપી છે. તેના રિવ્યુ પરથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર પાસેથી વધુ અપેક્ષા રાખવી નકામી છે. વેલ હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે બ્રહ્માસ્ત્રમાં કયા સ્ટારે કેટલી કમાલ બતાવી છે. પરંતુ ઉમૈર સંધુના રિવ્યુ પરથી દર્શકોને ફિલ્મ વિશે  ચોક્કસ ખ્યાલ આવી ગયો છે.

બ્રહ્માસ્ત્ર શા માટે ખાસ છે?
બ્રહ્માસ્ત્રને 2022ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. અયાન મુખર્જીએ આ ફિલ્મ બનાવવા માટે ઘણા વર્ષો આપ્યા છે. આ ફિલ્મ આલિયા અને રણબીર માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે બંનેએ પહેલીવાર આ ફિલ્મમાં એક સાથે કામ કર્યું છે. ચાહકો પણ આલિયા-રણબીરની કેમેસ્ટ્રી જોવા આતુર છે. સાથે જ બોલિવુડને લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન ફ્લોપ થયા પછી, દર્શકોને પણ બ્રહ્માસ્ત્રથી ઘણી આશાઓ છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સતત ફ્લોપની બોલિવુડનુમ મહેણુ ભાંગે છે કે પછી તે જ  આજ લીગનો ભાગ બને છે. તે તો દર્શકો જ નક્કી કરશે.
Advertisement
Tags :
Advertisement

.

×