Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર-આલિયાના લગ્નથી આ યુટ્યુબરનું દિલ તૂટ્યું, રોડ પર દોડતો જોવા મળ્યો

રણબીર-આલિયાના લગ્નના સમાચારે યુટ્યુબરનું દિલ તોડી નાખ્યું છે. સૂત્રોનું માનીએ તો આ કપલ લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રતિક્રિયા ચર્ચામાં છે, જેમાં તેણે એક ફની વીડિયોનો જવાબ આપ્યો છે. કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છેઆ ફની વીડિયો 'રાલિયા'ના લગ્ન સાથે સંબંધિત છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો àª
રણબીર આલિયાના લગ્નથી આ યુટ્યુબરનું દિલ તૂટ્યું  રોડ પર દોડતો જોવા મળ્યો
Advertisement
રણબીર-આલિયાના લગ્નના સમાચારે યુટ્યુબરનું દિલ તોડી નાખ્યું છે. સૂત્રોનું માનીએ તો આ કપલ લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રતિક્રિયા ચર્ચામાં છે, જેમાં તેણે એક ફની વીડિયોનો જવાબ આપ્યો છે. 

કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે
આ ફની વીડિયો 'રાલિયા'ના લગ્ન સાથે સંબંધિત છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે કપલ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ કપલના સંબંધીઓ અને નજીકના મિત્રો સંકેત આપી રહ્યા છે કે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે. બંને હાલમાં તેમના કામના મોરચે વ્યસ્ત છે જેથી કામ ઝડપથી ફ્રી થઇ શકે. સૂત્રોનું માનીએ તો આ કપલ લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટની એક પ્રતિક્રિયા ચર્ચામાં છે, જે તેણે એક ફની વીડિયોમાં આપી છે. 
આલિયાના દીવાના ફેન્સને સમર્પિત વીડિયો
આ ફની વીડિયો 'રાલિયા'ના લગ્ન સાથે સંબંધિત છે. યુટ્યુબર નિકુંજ લોટિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સફેદ કુર્તા-પાયજામામાં છે અને રસ્તા પર ગુસ્સામાં દોડી રહ્યો છે. આવ્યક્તિની આગળ  અક કાર જઇ રહી છે. આ કારની પાછળ બોર્ડ છે. તેમાં રણબીર વેડ્સ આલિયા લખેલું છે. નિકુંજે વીડિયોના અંતમાં આલિયા સાથેનો પોતાનો ફોટો મુક્યો છે, પરંતુ બીજી જ ક્ષણે તેની જગ્યાએ રણબીર કપૂર આવી જાય છે. વિડિયોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઘણું સેડ છે. નિકુંજના વિડીયોથી સ્પષ્ટ છે કે તે આલિયાના દીવાના ફેન્સને સમર્પિત છે જેમનું દિલ આલિયાના લગ્નના કરવાથી તૂટી જશે. ઘણા ફેન્સ છે જેમનો ક્રશ આલિયા રહી છે. છેલ્લા 10 વર્ષથી તે લોકોના દિલ જીતી રહી છે અને હવે આલિયા અને રણબીરના લગ્નના સમાચાર ઘણા ચાહકો માટે દિલ તોડનારા છે. નિકુંજના આ વીડિયો પર ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે.
આલિયાની પ્રતિક્રિયા
વિડીયો સાથે કેપ્શનમાં તૂટેલા હૃદયને શેર કરતા નિકુંજે લખ્યું- 17મીએ મારી પાસે કંઈક આવું હશે હસતા ઇમોજી સાથે આના પર ટિપ્પણી કરતા આલિયાએ લખ્યું- ડેડ. તેના પર ટિપ્પણી કરતા નિકુંજે લખ્યું- 'હું અંદરથી તો મરી ગયો છું.' ચાહકો પણ નિકુંજનો ટિખ્ખળ કરી રહ્યાં છે. અને હસવું રોકી નથી શકતાં. તમને જણાવી દઈએ કે નિકુંજ સોશિયલ મીડિયા પર બિયૂનિક તરીકે લોકપ્રિય છે અને ફેન્સ તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે. રણબીર-આલિયાના લગ્નની વાત કરીએ તો આરકે હાઉસ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ લગ્નની તારીખો અંગે હજુ પણ અસંમજસ છે. 
Advertisement
Tags :
Advertisement

.

×