Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર અને શ્રદ્ધા કપૂર સ્પેનમાં શૂટિંગ કરતાં જોવા મળ્યા, જુઓ વિડીયો

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર હાલમાં સ્પેનમાં શૂટિંગ કરી રહ્યાં છે, જેનો એક BTS વિડીયો  વાયરલ  થઈ રહ્યો છે. બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર છેલ્લાં કેટલાક સમયથી લવ રંજન ખુરાનાની ફિલ્મમાં વ્યસ્ત છે. અભિનેતા તેના લગ્ન પછી તરત જ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો હતો. હાલમાં જ લવ રંજન ખુરાનાની ફિલ્મના રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને સ્ટાàª
રણબીર અને શ્રદ્ધા કપૂર સ્પેનમાં શૂટિંગ કરતાં જોવા મળ્યા  જુઓ વિડીયો
Advertisement
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર હાલમાં સ્પેનમાં શૂટિંગ કરી રહ્યાં છે, જેનો એક BTS વિડીયો  વાયરલ  થઈ રહ્યો છે. બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર છેલ્લાં કેટલાક સમયથી લવ રંજન ખુરાનાની ફિલ્મમાં વ્યસ્ત છે. અભિનેતા તેના લગ્ન પછી તરત જ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો હતો. 
હાલમાં જ લવ રંજન ખુરાનાની ફિલ્મના રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને સ્ટાર્સ ગીતનું શૂટિંગ કરતા જોવા મળી શકે છે. જણાવી દઈએ કે રણબીર અને શ્રદ્ધા હાલમાં શૂટિંગ માટે સ્પેનમાં છે. ફેન પેજ પરથી સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સેટ પર ડાન્સનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સોંગના શૂટીંગ માટે રણબીર સફેદ શર્ટ પેન્ટમાં છે, જ્યારે શ્રદ્ધાએ પીળા કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. એક કોરિયોગ્રાફર બંને સ્ટાર્સને ડાન્સ સ્ટેપ શીખવી રહ્યો છે. જ્યાં શ્રદ્ધા એક શેડ નીચે ઉભી છે. 
આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. કોરોના બાદ ઘણી જહેમતથી લવ રંજનની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ  શક્યું હતુ. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાં બોની કપૂર રણબીરના પિતાની ભૂમિકા ભજવશે, જ્યારે ડિમ્પલ કાપડિયા પણ ફિલ્મમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે બોની કપૂર આ ફિલ્મ દ્વારા પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી રહ્યા છે. સાથે જ રણબીર અને શ્રદ્ધા પણ આ ફિલ્મમાં પહેલીવાર એક સાથે સ્ક્રીન શેર કરી રહ્યાં છે. 
લવ રંજન ખુરાનાની ફિલ્મ સિવાય રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બહુ જલ્દી રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પત્ની આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. બ્રહ્માસ્ત્રમાં રણબીર અને આલિયા ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.

×