Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર કપૂર અને અનુરાગ બાસુ ફરી એક સાથે આવશે!

વર્ષ 2017માં અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ જગ્ગા જાસૂસને ભલે દર્શકો તરફથી બહુ પ્રતિસાદ ન મળ્યો હોય, પરંતુ હવે ફરી એકવાર અનુરાગ અને રણબીર કપૂર નવી ફિલ્મ માટે સાથે આવી શકે છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બનશે. જોકે, ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે કોઈ માહિતી સામે આવી નથી.બોલિવૂડના પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન ઈચ્છે છે કે અà
રણબીર કપૂર અને અનુરાગ બાસુ ફરી એક સાથે આવશે
Advertisement

વર્ષ 2017માં અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ જગ્ગા જાસૂસને ભલે દર્શકો તરફથી બહુ પ્રતિસાદ ન મળ્યો હોય, પરંતુ હવે ફરી એકવાર અનુરાગ અને રણબીર કપૂર નવી ફિલ્મ માટે સાથે આવી શકે છે.

રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બનશે. જોકે, ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે કોઈ માહિતી સામે આવી નથી.બોલિવૂડના પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન ઈચ્છે છે કે અનુરાગ બાસુ આ વાર્તાને  વધુ  વિકસાવે. 
અત્યાર સુધીમાં, ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે માત્ર એક જ માહિતી સામે આવી છે કે તે એક ઓફબીટ વિષય હશે અને તેના માટે વ્યાપક,ઉચ્ચ સ્તરના VFXની જરૂર છે. અહેવાલ મુજબ, જ્યારે બંને અનુરાગ અને રણબીર સ્ક્રિપ્ટ અને વાર્તામાં પોત પોતાની ભૂમિકાઓથી સંતુષ્ટ છે તેથી ત્યારે આગળના તબક્કામાં લઇ જવાશે. 
આમિર ખાન ઇન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે  ઓળખવમાં આવે છે, તેથી તે ફિલ્મની વિઝ્યુઅલ બ્લુપ્રિન્ટ ઇચ્છે છે કે જેથી  ફ્લોર પર પહોંચતા પહેલા ફિલ્મ કેવી દેખાશે તેનો ખ્યાલ આવે. અત્યારે તેને કોઈ પણ બાબતની ઉતાવળ નથી,  હાલમાં ફિલ્મ શરૂઆતના તબક્કામાં છે, કારણ કે આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, જ્યારે રણબીર સિંહ પણ એનિમલ અને લવ રંજનની આગામી ફિલ્મ બાઝીગરીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.

×