Dakor માં રણછોડજીના જન્મોત્સ્વની ભવ્ય ઉજવણી કરાઈ
ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય શણગાર અને આસ્થાના અનોખા સંગમ સાથે થઈ.
Advertisement
Dakor : ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય શણગાર અને આસ્થાના અનોખા સંગમ સાથે થઈ. ભગવાન રણછોડરાયજીને જન્મ સમયે કરોડો રૂપિયાની કિંમતનો હીરાજડિત મોગલ સામ્રાજ્યનો મુગટ પહેરાવવામાં આવ્યો, જે મંદિરની ઐતિહાસિક ધરોહરનું પ્રતીક છે. આ ઉપરાંત, વડોદરાથી ખાસ મંગાવેલા તાજા કેવડાના ફૂલોનો વિશેષ મુગટ તૈયાર કરવામાં આવ્યો, જે ભગવાનના શણગારને વધુ ભવ્ય બનાવે છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું, જેના કારણે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો 'જય રણછોડ'ના જયઘોષ સાથે ભાવવિભોર બન્યા. જૂઓ અહેવાલ...
Advertisement


