Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રવિના ટંડન એક નવી પેઢીની નવા જમાનાના નૃત્ય કરતી ચુલબુલી નાયિકા તરીકે અત્યંત લોકપ્રિય થઈ

ફિલ્મી ગીતોના સંદર્ભમાં નાયક અને નાયિકાઓની સફળતાની વાત કરી રહ્યાં છીએ ત્યારે આજે વાત કરીએ નાયિકા રવિના ટંડનની. ​આમ તો રવિના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક લેખ ટંડનના પરિવારમાંથી આવે છે અને તેથી ફિલ્મો અને અભિનય તેને વારસામાં મળ્યાં હોય તે સ્વાભાવિક છે. પણ એટલા માત્રથી કોઈ વ્યક્તિ ફિલ્મોમાં સફળ જ થઈ જાય તેવી કોઈ ગેરંટી નથી. એવા અનેક દાખલાઓ છે કે ફિલ્મોનું મજબુત બેકગ્રાઉન્ડ à
રવિના ટંડન એક નવી પેઢીની નવા જમાનાના નૃત્ય કરતી ચુલબુલી નાયિકા તરીકે અત્યંત લોકપ્રિય થઈ
Advertisement

ફિલ્મી ગીતોના સંદર્ભમાં નાયક અને નાયિકાઓની સફળતાની વાત કરી રહ્યાં છીએ ત્યારે આજે વાત કરીએ નાયિકા રવિના ટંડનની. ​આમ તો રવિના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક લેખ ટંડનના પરિવારમાંથી આવે છે અને તેથી ફિલ્મો અને અભિનય તેને વારસામાં મળ્યાં હોય તે સ્વાભાવિક છે. પણ એટલા માત્રથી કોઈ વ્યક્તિ ફિલ્મોમાં સફળ જ થઈ જાય તેવી કોઈ ગેરંટી નથી. એવા અનેક દાખલાઓ છે કે ફિલ્મોનું મજબુત બેકગ્રાઉન્ડ હોવાં છતાં અનેક લોકોના પ્રયત્નો નિષ્ફળ રહ્યાં છે. જેના વિશે પણ આપણે આગળ વાત કરીશું.

Advertisement

ફિલ્મ મોહરામાં નશરુદીન શાહ અને અક્ષય કુમાર જેવા મજબુત કલાકારો સાથે તેમને કામ કરવાનો મોંકો મળ્યો. આ ફિલ્મનું એક ગીત તું ચીજબડી હે મસ્ત મસ્ત એટલું બધું લોકપ્રિય થયું કે એ ગીત સાથે જ રવિના ટંડન એક નવી પેઢીની નવાં જમાનાના નૃત્ય કરતી ચુલબુલી નાયિકા તરીકે અત્યંત લોકપ્રિય થઈ. એ ગીતની સફળતા ફિલ્મની સફળતા બની ગઈ અને ફિલ્મની સફળતા રવિના ટંડનની સફળતા બની ગઈ.

Advertisement

રવિનાને નવી પેઢીના અને નવી શૈલીના નૃત્યના માહિર ગોવિંદા સાથે ઘણી બધી સફળ ફિલ્મો કરવાનો એક આખો સિલસિલો ચાલ્યો. રવિના અને ગોવિંદાને ધ્યાનમાં રાખીને ગીતકારો અને સંગીતકારો ગીતો બનાવવા લાગ્યાં અને નિર્માતાઓ તેમના નૃત્ય ગીતોને નવા નવા લોકેશન ઉપર શુટ કરીને પોતાની ફિલ્મોને સફળતાં સુધી દોરી જવા લાગ્યાં.

રવિના ટંડનની સફળ ફિલ્મી કારકિર્દીને પહેલો ધકકો મારી આપવામાં ફિલ્મ મોહરાનું ગીત તું ચીજ બડી હે મસ્ત મસ્ત એક મજબુત આધાર બન્યું.

Tags :
Advertisement

.

×