Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રવિન્દ્ર જાડેજા એકવાર ફરી ICC ટેસ્ટ રેન્કિંગમાં બન્યો નંબર વન

ICC એ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમા રવિન્દ્ર જાડેજા નંબર વન બન્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન તેમા નંબર 2 પર છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં યથાવત છે. બાંગ્લાદેશને લિટન દાસ અને શ્રીલંકાના અનુભવી એન્જલો મેથ્યુઝને બંને ટીમોની વચ્ચે ડ્રો થયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનના કારણે ICC ની લેટેસ્ટ મેન્સ ટેસ્ટ રેન્કિંગને ફાયદો થયો છà
રવિન્દ્ર જાડેજા એકવાર ફરી icc ટેસ્ટ રેન્કિંગમાં બન્યો નંબર વન
Advertisement
ICC એ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમા રવિન્દ્ર જાડેજા નંબર વન બન્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન તેમા નંબર 2 પર છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં યથાવત છે. બાંગ્લાદેશને લિટન દાસ અને શ્રીલંકાના અનુભવી એન્જલો મેથ્યુઝને બંને ટીમોની વચ્ચે ડ્રો થયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનના કારણે ICC ની લેટેસ્ટ મેન્સ ટેસ્ટ રેન્કિંગને ફાયદો થયો છે.
બાંગ્લાદેશના લિટન દાસ અને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી એન્જેલો મેથ્યુઝે બંને ટીમો વચ્ચેની ડ્રોની પ્રથમ ટેસ્ટમાં પ્રભાવશાળી પ્રદર્શનના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની પુરૂષોની ટેસ્ટ રેન્કિંગમાં વધારો કર્યો છે જ્યારે ટોચના 10 ખેલાડીઓની રેન્કિંગમાં કોઇ ફેરફાર થયો નથી. માર્નસ લાબુશેન બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે જ્યારે ભારતીય સુકાની રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અનુક્રમે આઠમાં અને દસમા સ્થાને યથાવત છે. ભારતના રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની યાદીમાં ટોચ પર છે.
બોલિંગ લિસ્ટમાં પેટ કમિન્સ (901 પોઈન્ટ) બીજા સ્થાને રહેલા રવિચંદ્રન અશ્વિન પર 51 પોઈન્ટની લીડ ધરાવે છે, જ્યારે ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ત્રીજા સ્થાને છે. અગાઉના અને વર્તમાન રેન્કિંગ દરમિયાન, માત્ર શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિરીઝ મેચ હતી, તેથી આ બે દેશોના ખેલાડીઓએ જ પોઈન્ટ મેળવ્યા હતા.
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશની એકમાત્ર ઇનિંગમાં 88 રન બનાવનાર વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ ત્રણ સ્થાન આગળ વધીને 17માં સ્થાને પહોંચી ગયો છે. આ મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા મેથ્યુઝે પ્રથમ ઇનિંગમાં 199 રન બનાવ્યા બાદ પાંચ સ્થાનનો ફાયદો ઉઠાવીને 21માં સ્થાને પહોંચી ગયો છે.
Tags :
Advertisement

.

×