Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

12 કલાકની નોકરી બાદ મળે છે કાચી રોટલી, કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક કોન્સ્ટેબલ પોલીસ લાઈનમાં સ્થિત મેસમાં ખાવાનું સારું ન હોવાની ફરિયાદ કરીને યુનિફોર્મમાં રોડ પર આવ્યો હતો અને  ભોજનની થાળીમાં રોટલી, દાળ, ભાત હાથમાં લઈને કોન્સ્ટેબલ ભોજનની ગુણવત્તા જણાવી રડી પડ્યો હતો.  તેણે કહ્યું, પાણી જેવી દાળ મળે છે, કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી. તેનો વિડિયો પણ વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ અલીગઢના મનોજ કુમાર ફàª
12 કલાકની નોકરી બાદ મળે છે કાચી રોટલી  કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ
Advertisement
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક કોન્સ્ટેબલ પોલીસ લાઈનમાં સ્થિત મેસમાં ખાવાનું સારું ન હોવાની ફરિયાદ કરીને યુનિફોર્મમાં રોડ પર આવ્યો હતો અને  ભોજનની થાળીમાં રોટલી, દાળ, ભાત હાથમાં લઈને કોન્સ્ટેબલ ભોજનની ગુણવત્તા જણાવી રડી પડ્યો હતો.  તેણે કહ્યું, પાણી જેવી દાળ મળે છે, કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી. તેનો વિડિયો પણ વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. 
મળતી માહિતી મુજબ અલીગઢના મનોજ કુમાર ફિરોઝાબાદ પોલીસ લાઈન્સમાં કોન્સ્ટેબલ છે. બુધવારે તેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પ્લેટમાં રાખેલી દાળ બતાવી રહ્યો છે. પાણી વાળી દાળ અંગે તેણે રોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય આ કાચી રોટલીને કેવી રીતે ખાવી તેમ જણાવી તેણે રોટલીઓ દર્શાવી હતી. તેણે  કહ્યું કે જો આઠ કલાક ડ્યુટી આપ્યા બાદ આ ખોરાક મળે તો સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહેશે. 
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, મનોજ મેસમાં સારું ભોજન ન મળવાની ફરિયાદ કરવા માટે તેના વરિષ્ઠ અધિકારીઓ પાસે પહોંચ્યો હતો.
 રસ્તા પર કોન્સ્ટેબલે રડતા રડતા કહ્યું કે મેસમાં જે ભોજન તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ ખરાબ છે. પાણી જેવી દાળ તૈયાર કરવામાં આવી રહી છે અને રોટલી પણ ખાવા યોગ્ય નથી.
બીજી તરફ, ફિરોઝાબાદ પોલીસે કહ્યું છે કે મેસના ખોરાકની ગુણવત્તા સંબંધિત ફરિયાદમાં સીઓ સિટી ખોરાકની ગુણવત્તાની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય  છે કે  છેલ્લા વર્ષોમાં આ ફરિયાદી કોન્સ્ટેબલને અનુશાસનહીનતા, ગેરહાજરી અને બેદરકારીને લગતી 15 શિક્ષાઓ આપવામાં આવી છે. 

Advertisement
Tags :
Advertisement

.

×