Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ગોરખા સૈનિકોની ભરતી થવાનું રહેશે ચાલુ

અગ્નિપથ (Agnipath) યોજના હેઠળ ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની (Gorkha soldiers) ભરતી શરૂ રહેશે. મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે લાંબા સમયથી ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી કરી રહ્યાં છીએ. અમે અગ્નિપથ યોજના હેઠલ ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી શરૂ રાખવા તત્પર છીએ.કેન્દ્રીય કેબિનેટે 14 જુને ભારતના યુવાનો માટે અગ્નપથ માટે અગ્નિપથ નામની યોજના (Agnipath Scheme)
અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ગોરખા સૈનિકોની ભરતી થવાનું રહેશે ચાલુ
Advertisement
અગ્નિપથ (Agnipath) યોજના હેઠળ ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની (Gorkha soldiers) ભરતી શરૂ રહેશે. મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે લાંબા સમયથી ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી કરી રહ્યાં છીએ. અમે અગ્નિપથ યોજના હેઠલ ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી શરૂ રાખવા તત્પર છીએ.
કેન્દ્રીય કેબિનેટે 14 જુને ભારતના યુવાનો માટે અગ્નપથ માટે અગ્નિપથ નામની યોજના (Agnipath Scheme) શરૂ કરી હતી.  જેમાં પસંદગી પામેલા યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. અગ્નિપથ યોજના દેશભક્ત અને પ્રેરિત યુવાનોને ચાર વર્ષની અવધી માટે સશસ્ત્રદળોમાં સેવા આપવાની મંજુરી આપે છે.  અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોના એક યુવા પ્રફાઈલને સક્ષમ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
અગ્નિપથ સૈનિકો વાયુ સૈનિકો  અને નૌસૈનિકોમાં ઉમેદવારી માટે એક યોગ્યતા આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોનેને સશસ્ત્રદળોના નિયમિત કેડરમાં સેવા કરવાનો મોકો આપે છે. અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ ભરતી થનારા તમામ અગ્નિવીર તરીકે ઓળખાશે અને 4 વર્ષ બાદ યોગ્યતા ઈચ્છા અને મેડિકલ ફિટનેસના આધાર પર માત્ર સારું વેતન પેકેજ અને એક એક્ઝિટ નિવૃત્તિ પેકેજ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×