Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ધાતુથી બનેલા શિવલિંગની નિયમિત કરો પૂજા, થશે શિવજીની કૃપા

સામાન્ય  રીતે આપણે  ભગવાન શિવની પૂજા 12 મહિનામાં કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત કરવામાં  આવ્યો છે  અને આ મહિનામાં ભોળાનાથની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક લોકો નિયમિત શિવલિંગને જળ ચઢાવે છે તો કેટલાક સોમવારે ઉપવાસ કરે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે લોકો દ્વારા અલગ-અલગ પ્રકà
આ ધાતુથી બનેલા શિવલિંગની નિયમિત કરો પૂજા  થશે શિવજીની કૃપા
Advertisement

સામાન્ય  રીતે આપણે  ભગવાન શિવની પૂજા 12 મહિનામાં કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત કરવામાં  આવ્યો છે  અને આ મહિનામાં ભોળાનાથની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

Advertisement

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક લોકો નિયમિત શિવલિંગને જળ ચઢાવે છે તો કેટલાક સોમવારે ઉપવાસ કરે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે લોકો દ્વારા અલગ-અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ગ્રંથોમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ત્યારે એવી માન્યતા છે કે શ્રાવણમાં વિવિધ ધાતુઓ અને રત્નોથી બનેલા શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Advertisement

ધાતુના શિવલિંગની  પૂજા 

સામાન્ય  રીતે એવું માનવામાં  આવે છે કે લોખંડથી બનેલા  શિવલિંગ પર અભિષેક  કરવામાં  આવે  તો  શત્રુઓનો નાશ  થાય છે. આ ઉપરાંત  તાંબાના શિવલિંગ પર અભિષેક  કરવાથી લાંબુ અને સ્વસ્થ્ય જીવન પ્રાપ્ત  થાય છે.

પિત્તળના શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિને સાંસારિક સુખ મળે છે. સાથે જ માન-સન્માન માટે વ્યક્તિએ ચાંદીના શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

એવું કહેવાય છે કે સોનાના શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. અને કાંસાના શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિને પ્રસિદ્ધિ મળે છે

રત્નોના શિવલિંગ

શાસ્ત્રો અનુસાર સ્ફટિકના શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હીરાથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. નીલમથી બનેલા શિવલિંગનો અભિષેક કરવાથી માન-સન્માન મળે છે.

જો તમે રોગોથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મોતીના શિવલિંગની પૂજા કરો. રૂબીના શિવલિંગમાંથી સૂર્ય, મૂંગાથી મંગળ અને પન્નાથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી બુધ ગ્રહના દોષમાંથી મુક્તિ મળે છે. પોખરાજથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિના દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે.

Tags :
Advertisement

.

×