Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈમાં (Mumbai) આજે બપોરે 12.57 વાગ્યે શહેરની એક હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ફોન આવતા હડકંપ મચ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આ મામલો સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ સાથે સંકળાયેલો છે. આજે અચાનક હોસ્પિટલની લેન્ડલાઈન પર ફોન આવ્યો અને ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફ
રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  પોલીસે તપાસ શરૂ કરી
Advertisement
મુંબઈમાં (Mumbai) આજે બપોરે 12.57 વાગ્યે શહેરની એક હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ફોન આવતા હડકંપ મચ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આ મામલો સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ સાથે સંકળાયેલો છે. આજે અચાનક હોસ્પિટલની લેન્ડલાઈન પર ફોન આવ્યો અને ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારાએ અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને ધમકી આપી હતી. પોલીસે કહ્યું કે, બનાવ સંદર્ભે ડીબી માર્ગ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે અને પોલી, આ મામલે તપાસ ચલાવી રહી છે.


દોઢ મહિના પૂર્વે પણ મળી હતી ધમકી
અગાઉ ગત 15મી ઓગસ્ટના રોજ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના (Mumbai Police) જણાવ્યા અનુસાર, તે દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આઠ ધમકીભર્યા કોલ પણ આવ્યા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી એકવાર આવી ઘટના બની છે.
એન્ટેલિયા બહાર જીલેટિન સ્ટીક ભરેલી કાર મળી હતી
તે સિવાય વર્ષ 2021માં મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયા બહાર 20 જીલેટિન સ્ટીકથી ભરેલી એક કાર મળી હતી. મુકેશ અને તેના પત્નિ નીતા અંબાણીને સંબોધિત કરીને ગાડીમાંથી એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×