Rajkot Ponzi Scheme : વધુ એક પોન્ઝી સ્કીમમાં હજારો લોકોના કરોડો ફસાયા?
રાજકોટમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. ફેબ્રુઆરી મહિનાથી વળતર બંધ થતા ભાંડો ફૂટી જવા પામ્યો છે.
Advertisement
રાજ્યમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. રાજકોટ રિસેટ વેલ કંપનીએ કરોડોનું ફૂલેકું ફરેવ્યું હોવાનું સામે આવવા પામ્યું છે. મહિને 4 થી 5 ટકાના વળતરના નામે કરોડોનું રોકાણ કરી લોકો સાથે છેંતરપીડી આચરી હોવાનું સામે આવવા પામ્યું છે. રાજ્યમાં 5 થી 7 હજાર લોકોએ રોકાણ કર્યાની આશંકા છે. વર્ષ 2017 થી ઓનલાઈન એપ્લિકેશનથી રોકાણ થતું હતું. રાજકોટ સહિત દેશ રાજ્યભરના રોકાણકારો ભોગ બન્યા છે. રાજકોટમાં ભોગ બનનાર મેટોડા પોલીસ મથકે પહોંચ્યા હતા. સંજય માંગરોલિયા નામનો મુખ્ય વ્યક્તિ અને ભરત મચ્છોયા નામનો એજન્ટ હાલ ફરાર છે. ભોગ બનનાર લોકો મેટોડા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.
Advertisement


